Site icon Revoi.in

શિયાળામાં બનાવો ડ્રાયફ્રૂટ્સના લાડુ,શરીરની શક્તિમાં થશે વધારો

Social Share

ડ્રાયફ્રૂટ્સ સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.આનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. ઘણા લોકો ડ્રાયફ્રૂટ્સને મીઠાઈમાં ઉમેરીને ખાય છે. તમે આ રીતે ઘણી વખત ડ્રાયફ્રૂટ્સનું સેવન કર્યું હશે. પણ શું તમે ડ્રાયફ્રૂટ્સના લાડુ બનાવીને ખાધા છે? જો તમે ના ખાતા હોવ તો આજે અમે તમારા માટે લાડુ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. જેને તમે રાંધીને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે.

સામગ્રી

બદામ – 1 કપ
કાજુ – 1 કપ
પિસ્તા – 1/2 કપ
તરબૂચના બીજ – 2 ચમચી
ખજૂરના ટુકડા – 1/2 કપ
એલચી પાવડર – 2 ચમચી
ઘી – જરૂર મુજબ

બનાવવાની રીત

1. સૌ પ્રથમ એક પેનમાં ઘી નાખો. ઘી ગરમ કરો અને તેમાં સમારેલા પિસ્તા, તરબૂચના બીજ , કાજુ, બદામ ઉમેરો.
2. આ બધા ડ્રાયફ્રુટ્સને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરો.
3. ખજૂરને મિક્સરમાં નાખીને બ્લેન્ડ કરો.
4. એક અલગ પેનમાં, ખજુરની પેસ્ટ ઉમેરો.મિશ્રણને લગભગ 3-4 મિનિટ સુધી પકાવો.
5. હવે તેમાં થોડું ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
6. આ પછી તેમાં એલચી પાવડર અને શેકેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરો.
7. મિશ્રણને સારી રીતે ફ્રાય કરો.શેક્યા પછી તેને ઠંડુ થવા માટે રાખો.
8. મિશ્રણ ઠંડુ થાય એટલે તમારા હાથ પર ઘી લગાવી લાડુ તૈયાર કરો
9. આ રીતે બધા મિશ્રણમાંથી ગોળ આકારના લાડુ તૈયાર કરો.
10. તમારા ટેસ્ટી ડ્રાય ફ્રુટ્સ લાડુ તૈયાર છે.