Site icon Revoi.in

ઘરે બનાવો મહારાષ્ટ્રની પ્રખ્યાત મસાલેદાર વાનગી ભજીયા ઉસળ, જાણો રેસીપી

Social Share

રેસીપી, 10 જુલાઈ 2026: ઉસળ મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી. મોટાભાગના લોકોએ સેવ ઉસળ કે ઉસલ પાઉં ખાધા જ હશે. ભજીયા ઉસળ મહારાષ્ટ્રનું પ્રખ્યાત ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. ગરમાગરમ ભજીયા (મેથીના ગોટા) અને મસાલેદાર રસાવાળું ઉસળનું આ કોમ્બિનેશન ખાવામાં અદ્ભુત લાગે છે. જો તમે મસાલેદાર તીખી વાનગી ખાવાના શોખીન છો તો, ભજીયા ઉસળ રેસીપી ટ્રાય કરવી જોઇએ.

ભજીયા ઉસળ બનાવવા માટે સામગ્રી

વટાણા: 1 કપ

ડુંગળી : 1 મોટી (ઝીણી સમારેલી)

ટમેટા : 1 મોટું (ઝીણી સમારેલું)

આદુ લસણ મરચાની પેસ્ટ : 2 ચમચી

તેલ : 3-4 ચમચી

જીરું : 1 ચમચી

હળદર પાઉડર : 1/2 ચમચી

લાલ મરચું પાવડર : 2 ચમચી

ધાણાજીરું પાઉડર : 1 ચમચી

ગરમ મસાલો અથવા ઉસળ મસાલો : 1 ચમચી

મીઠું : સ્વાદ અનુસાર

લીલા ધાણા : ગાર્નિશિંગ માટે

મેથીના ભજીયા બનાવવા માટે સામગ્રી

ચણાનો લોટ : 2 કપ

મેથીની ભાજી: 1/2 કપ (ઝીણી સમારેલી)

આખા ધાણા અને કાળા મરી : 1 ચમચી (અધકચરા વાટેલા)

બેકિંગ સોડા (Cooking Soda): 1/2 ચમચી

તેલ : મોણ અને તળવા માટે

મીઠું : સ્વાદ અનુસાર

પાણી : જરૂર મુજબ

ઉસળ બનાવવાની રીત

વટાણા બાફો : સફેદ કે લીલા સુકા વટાણા આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી બીજા દિવસે પ્રેશર કૂકરમાં પાણી અને ચપટી હળદર ઉમેરીને 4-5 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

ઉસળ બનાવો : હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, જીરું તતડાવો. પછી આદુ લસણ મરચાની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે સમારેલા ટમેટા ઉમેરો અને તે નરમ થાય તથા તેલ છૂટું પડે ત્યાં સુધી રાંધો.

ગ્રેવી બનાવો : હવે હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ઉસળ મસાલો ઉમેરી 1 મિનિટ માટે મસાલાને સાંતળો.

વટાણાની ઉસળ બનાવો : આ મસાલામાં બાફેલા વટાણા પાણી સાથે જ ઉમેરી દો. જો રસો ઘટ્ટ લાગે તો બીજું 1 થી 2 કપ પાણી ઉમેરો, કારણ કે ઉસળનો રસો એકદમ પાતળો (તરી વાળો) હોય છે. સ્વાદ મુજબ મીઠું નાખીને તેને 8 થી 1- મિનિટ ધીમા તાપે બરાબર ઉકળવા દો. તેની ઉપર લીલું કોથમીર ભભરાવો.

ભજીયા (ગોટા) બનાવવાની રીત

એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં સમારેલી મેથી, અધકચરા વાટેલા ધાણા-મરી, મીઠું અને ૧ ચમચી ગરમ તેલનું મોણ નાખો. તેમા પાણી અને બેકિંગ સોડા ઉમેરી ભજીયાનું ખીરું બનાો. એક કડાઇમાં તેલ ગરમ કરો. તેમા ભજીયા તળો.

ભજીયા ઉસળને આ રીતે પીરસો

Exit mobile version