Site icon Revoi.in

‘ચાલવા’ ને જીવનનો બનાવી લો એક ભાગ – અનેક રોગો થશે દૂર, બીજા અઢળક થશે ફાયદાઓ

Social Share

 

શું તમે જાણો છો આપણા શરીરમાં થતી નાની નાની બીમારીઓ પાછળ એક જ મહત્વનું કારણ છે  તે છે સમગ્ર દિવસ દરમિયાન ચાલવામાં આવતું નથી. જી હા. આપણે જાણીએ છીએ ચાલવાથી ઘણા ફાયદાઓ થાય છે એજ રીતે જો ચાલવામાં ન આવે અથવા તો બેઠાળું જીવન જીવવામાં આવે તો શરિરમાં અનેક બીમારીઓ પગપેસારો કરી જાય છે.

સામાન્ય રીતે ચાલવાથી શરીરમાં સ્ફૂર્તિ તો રહે જ છે, પરંતુ તેની સાથે ગેસ જેવી સામાન્ય લાગતી પરંતુ હાર્ટ એટેકને નોતરી શકે તેવી બીમારીમાં રાહત થાય છે. શરીરમાં દરેક સમસ્યાઓ નાની બીમારી ગણાતી ગેસથી શરુ થાય છે  પરિણામે તે મોટૂ સ્વરુપ ઘારણ કરી લે છે, અને ગેસ થવાના મુખ્ય કારણોમાં એક મહત્વનું કારણ એ છે કે આપણે ચાલીએ ખુબ ઓછું છીએ, જો આપણે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ દોઢ થી બે કિલો મીટર જેટલું ચાલતા થઈએ તો શરીમાંથી અનેક બીમારીઓ ટાટા બાયબાય કહી શકે છે.

આમ તો લોકો આજકાલ જીમ જાય છે ટ્રૅડમિલ પર ચાલવા માટે, પરંતુ તમારા પાસે જમીન પર ચાલવાનો બેસ્ટ ઓપ્શન છે, કુદરતી રીતે જમીન પર ચાલવાની પ્રકિયા ટ્રેડમિલ કરતા ઘણી સારી છે, ચાલવાથી માત્ર કૅલરી બર્ન નથી થતી, એનાથી શરીરને બીજા ઘણાબધા ફાયદા પણ થાય છે. શરીરને હેલ્ધી રાખવા માટે થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી ખૂબ જરૂરી છે.

ચાલવાથી થતા ફાયદાઓ જાણો