Site icon Revoi.in

તારાપુર-વાસદ હાઈવેને સિક્સલેન બનાવાતા વાહનચાલકોનો સમય બચશે

Social Share

અમદાવાદઃ તારાપુર–વાસદ  સિક્સ લેન ન હાઈવેને  ખૂલ્લો મુકાતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે.
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પેારેશન ના 48 કિલોમીટર લાંબા રોડ પ્રોજેકટ પાછળ  1.005 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ 6 લેન હાઈવેના લીધે તારાપુરથી વાસદ જતા વાહન ચાલકોની મુસાફરીના સમયમાં આ હાઈવેના લીધે ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર્રને જોડતા હાઈવે પર મુસાફરીનો સમય 120 મિનિટ થતો હતો જે હવે માત્ર 35 મિનિટમાં કાપી શકાશે.

રાજ્યના રોડ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું  હતું કે,  તારાપુર–બગોદરાને જોડતા હાઈવેનું કામ 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.  રાજ્યના દરેક ગામડાં રોડ નેટવર્કથી જોડવામાં આવ્યા છે.  હાઈવેના લોકાર્પણ દરમિયાન રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના છતાં ર સરકારે રાજ્યના વિકાસ પર કોઈ અસર થવા નથી દીધી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે આ સમયમાં લોકોની તકલીફ ઓછી થાય તેવા પણ સતત પ્રયાસ કર્યા છે.  તારાપુર-વાસદ  હાઈવે પરથી લગભગ રોજના  40.000 વાહનો પસાર થાય છે. અમરેલી અને સુરતનું જોડાણ છે અને વાહન ચાલકો  દ્વારા આ રોડનો જ ઉપયોગ કરવામાં આવે છે. 48  કિલોમીટર લાંબા 6 લેન હાઈવે પર 18  ફ્લાઈઓવર બ્રીજ અને  38  કિલોમીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં 24 અંડરપાસ, લગભગ 1.3  લાખ ચોરસ મીટરની મજબૂત દિવાલ બનાવાઈ છે, આ હાઈવે પર લગભગ 1200 જેટલી સ્ટ્રીટ લાઈટ અને 38  બસ સ્ટેન્ડ પણ હશે. હાઈવે પર બોચાસણમાં 12  લેનનો ટોલ પ્લાઝા બનાવાયો છે જેમાં  મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને અન્ય જરૂરી  સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે, જેમાં એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ વ્હિકલ, ક્રેન, ટ્રાફિક, પ્રાથમિક સારવાર, પીવાનું પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ પણ મળશે.  ટ્રાવેલના ધંધા સાથે સંકળાયેલા અમરેલીના વેપારી કે જેમની બસો અમરેલી અને સુરત વચ્ચે દોડે છે તેમણે જણાવ્યું હતું કે,, આ હાઈવે પર સુરત અને અમરેલી વચ્ચે દોડતી બસોનો લગભગ ૨ કલાક જેટલો સમય બચશે અને કાર ચાલકોનો ત્રણ કલાક જેટલો સમય બચશે.