Site icon Revoi.in

માલદીવની ભારત વિરુદ્ધ નવી ચાલ, ચીન બાદ તુર્કીને બનાવ્યું દોસ્ત

Social Share

માલે: ભારત સાથે તણાવ વચ્ચે માલદીવે ગણી-ગણીને મિત્રતાનું વર્તુળ વધારવાનું શરૂ કર્યું છે. ચીન સાથે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર બાદ મુઈજ્જૂએ ઈસ્લામિક દેશ તુર્કી સાથે નવી ડીલ કરી છે. તુર્કી સાથેની નવી ડીલમાં મોહમ્મદ મુઈજ્જૂએ પહેલીવાર સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. ધ્યાન આપવાની વાત એ છે કે માલદીવનું આ પગલું ભારતીય સૈનિકોની વાપસી પહેલા આવ્યું છે. માલદીવથી ભારતીય સૈનિકોની 10 મે સુધીમાં વાપસી થઈ જશે. તેના પહેલા મુઈજ્જૂએ ભારતીય સીમા પર નજર રાખવા માટે સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. એવી પણ ખબરો છે કે આગામી સપ્તાહે માલદીવ આ ડ્રોનોનું સંચાલન પણ શરૂ કરશે.

શનિવારે એક મીડિયા અહેવાલ મુજબ, માલદીવે ચીન પાસેથી બિનઘાતક હથિયાર પ્રાપ્ત કરવા માટે એક સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કેટલાક દિવસની અંદર હિંદ મહાસાગરમાં પોતાના વિશેષ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ માટે મોટી સંખ્યામાં તુર્કી પાસેથી ડ્રોનની ખરીદી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખરીદવામાં આવેલા ડ્રોનની સાચી સંખ્યા હજી સુધી સ્પષ્ટ નથી અને ન તો માલદીવના સંરક્ષણ મંત્રાલય અથવા વિદેશ મંત્રાલય તરફથી આ સંદર્ભે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની હા-માં હા મિલાવનારા માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈજ્જૂએ ચીનથી પાછા ફર્યા બાદ સંકેત આપ્યા હતા કે તેમની સરકાર હિંદ મહાસાગર પર પોતાના આર્થિક ક્ષેત્ર પર પેટ્રોલિંગ માટે ડ્રોન પ્રાપ્ત કરવા પર વિચાર કરી રહી છે. પોતાના જળ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવા માટે હાલની માલદીવ સરકારે તુર્કીની એક કંપની પાસેથી ડ્રોનની ખરીદી માટે ડીલ કરી છે. આવું પહેલીવાર થયું છે, જ્યારે માલદીવ પોતાને ત્યાં પહેલીવાર સૈન્ય ડ્રોન લાવી રહ્યું છે. ડ્રોન 3 માર્ચે માલદીવ પહોંચી ગયા હતા.

માલદીવના ન્યૂઝ પોર્ટલ Adhadhuએ મામલાની સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને ક્હ્યું છે કે ડ્રોન હાલ નૂનૂ માફારુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છે. ગત વર્ષ નવેમ્બરમાં રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ મુઈજ્જૂએ સૌથી પહેલા તુર્કીની મુલાકાત લીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિાયન માલદીવની સરકારને સવાલ કર્યો હતો કે શું સરકાર આવા ડ્રોનને સંચાલિત કરી શકે છે? ન્યૂઝ પોર્ટલે કહ્યું છે કે પરંતુ સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ સીધી પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કરી દેવામાં આવી અને કહ્યુ કે ક્ષમતાઓને મજબૂત કરવા માટે કામ ચાલુ છે.

જાન્યુઆરીમાં, ચીનની રાજદ્વારી યાત્રા પરથી પાછા ફર્યા બાદ વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા મુઈજ્જૂએ ભારતનું નામ લીધા વગર પોતાના દેશની દેશની સંરક્ષણ બાબતે ઘણાં દાવા કર્યા. આ કહેતા કે માલદીવ કોઈપણ દેશની મદદના ભરોસે નથી. મુઈજ્જૂએ કહ્યુ હતુ કે ભલે જ અમારો ટાપુ નાનું છે. અમે નવ લાખ વર્ગ કિલોમીટરના એક ઘણું મોટું વિશેષ આર્થિક ક્ષેત્રની સાથે એક વિશાલ દેશ છે. માલદીવ એક એવો દેશ છે કે જેની પાસે આ મહાસાગરનો સૌથી મોટો હિસ્સો છે.આ મહાસાગર કોોઈ દેશની સંપત્તિ નથી.