Site icon Revoi.in

નીતિશ કુમારના વડાપ્રધાન બનવાના સપનાઓ પર મમતા બેનર્જીએ પાણી ફેરવ્યું

Social Share

કલકતા :વિપક્ષમાં કોંગ્રેસ તૂટતા હવે એવું લાગી રહ્યું છે કે વિપક્ષમાં રહેલા તમામ નેતાને દેશના વડાપ્રધાન બની જવું છે. રાજકીય તજજ્ઞો દ્વારા તો કહેવામાં આવી જ રહ્યું છે કે કેજરીવાલ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી તો વડાપ્રધાન બનવાના સપના જોઈ જ રહ્યા છે સાથે હવે નીતિશ કુમારે પણ સપના જોવાનું શરૂ કર્યું છે અને તેમને સપનાની સાથે જ મમતા બેનર્જીએ નીતિશના સપનાઓને ભાંગીને ભુકો કરી નાખ્યાં છે.

એક તરફ નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે તમામ વિપક્ષી દળોને એક થવાની હાકલ કરી રહ્યા છે. ત્યારે મમતા બેનર્જીની ટીએમસીએ કહ્યુ છે કે 2024ની ચૂંટણી એકલા લડીશું અને ભાજપને સત્તામાંથી હટાવીશું.

ટીએમસીના નેતાએ કહ્યુ કે મમતા બેનર્જીએ 2019માં વિપક્ષી નેતાઓને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ એકજૂટ થવા માટે પગલા ઉઠાવવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ કંઈપણ નક્કર થયું નહીં. આ કારણ છે કે ટીએમસી 2024ની લોકસભાની ચૂંટણી એકલાહાથે લડવાની છે. હા, ચૂંટણી પછી ગઠબંધન પર વિચારણા કરી શકાય છે. આ વિપક્ષી દળો દ્વારા પ્રાપ્ત થનારી બેઠકોની સંખ્યા પર નિર્ભર કરે છે.

જો કે ટીએમસી કેન્દ્રીય એજન્સીઓના દરોડા અને કાર્યવાહીને લઈને ભાજપ વિરુદ્ધ ઘણી આક્રમક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે દેશમાં ભ્રષ્ટ લોકો વિરુદ્ધ કાર્યવાહીને કારણે રાષ્ટ્રીય રાજનીતિમાં એક નવું ધ્રુવીકરણ થયું છે. કેટલાક રાજકીય સમૂહ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલાઓને બચાવવા માટે તેમને સંગઠિત કરવાની કોશિશ કરી રહ્યા છે.