Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ને લઈને મમતા બેનર્જીનો નિર્ણય, રાજ્યમાં ફિલ્મ બેન કરાઈ

Social Share

મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી જે રીતે વિવાદમાં સંપડાય હતી તે જ રીતે સિનેમાઘરોમાં ખૂબ જોવાઈ રહી છએ,ફિલ્મને દર્શકો મળી રહ્યા છે વિવાદ છત્તા અનેક લોકોએ ફિલ્મ તારીફેકાબિલ કહી છે લવજીહાદનો પર્દાફાશ કરતી ફઇલ્મ યુવતીઓ માટે ચેતવણી સમનાન સાબિત થાય છે મધ્યપ્રદેશમાં આ ફિલ્મ ટેક્સ મૂક્ત થી છે જો કે કેચલાક રાજ્યો આ ફિલ્મના વિરોધમાં પણ છે જેમાં પશ્વિમ બંગાળની વાત કરીએ તો રાજ્યમાં આ ફિલ્મ બેન કરી દેવાઈ છે.

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે સોમવારે ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મને અનેક રાજ્યોમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મમતા સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને શાંતિ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ સરકારે નિર્ણય લીધો છે કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને બંગાળના તમામ થિયેટરમાંથી હટાવી દેવામાં આવશે અને આ ફિલ્મને ક્યાંય પણ ચાલવા દેવામાં આવશે નહીં. આ સાથે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કાશ્મીર ફાઇલ્સ શું છે, તે એક વર્ગને અપમાનિત કરવા માટે છે. કેરળની વાર્તા શું છે, તે વિકૃત વાર્તા છે. આ રીતે મમતા બેનર્જી સરકારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ પહેલા તમિલનાડુમાં પણ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.