Site icon Revoi.in

મેટ્રીમોનિયલ સાઈટ મારફતે 100 યુવતીઓને લગ્નની લાલચ આપીને લાખોની ઠગાઈ આચનારા શખ્સની ધરપકડ

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પોલીસે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ શખ્સે લગ્નની લાલચ આપીને એક-બે નહીં પરંતુ 100થી વધારે મહિલાઓને ફસાવીને તેમની પાસેથી રૂ. 25 કરોડની માતબર રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે લગ્ને-લગ્ને કુંવારા એવા આ વિદેશી નાગરિક અને તેના બે સાગરિતોને પણ ઝડપી લઈને તેમના રિમાન્ટ મેળવવાની કવાયત આરંભી હતી. આરોપી મેટ્રીમોનિયલ વેબસાઈટ મારફતે યુવતીઓને લગ્નની લાલચ આપીને ફસાવતો હતો. આરોપીએ મેટ્રીમોનિયલ વેબસાઈટ ઉપર એનઆરઆઈ તથા ડોકટર અને એન્જિયર તરીકે પોતાની ઓળખ આપીને લગ્ન વાચ્છુક યુવતીઓને ફસાવતો હતો. આરોપી મોટાભાગે 35થી 40 વર્ષની યુવતીઓને ફસાવીને ગુનાને અંજામ આપતો હતો.

મેટ્રોમોનિયલ વેબસાઈટ ઉપર યોગ્ય મુરતિયાની શોધ માટે નોંધણી કરાવનારી યુવતીઓના નંબર મેળવીને ઓનલાઈન તેમની સાથે મિત્રતા કરતો હતો. તેણે શાહદરા જિલ્લાની એક યુવતીનો મેટ્રોમોનિયલ વેબસાઈટ દ્વારા સંપર્ક કર્યો હતો. અવાર-નવાર બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમિયાન પોતે મુશ્કેલીમાં ફસાયો હોવાનું કહીને બેંકના એકાઉન્ટ ફ્રીઝ થયાનું જણાવતો હતો. ટલું જ નહીં નાણાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. આમ તેમે યુવતી પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યાં હતા. યુવતીએ પોતાના દાગીના વેચી તથા બચત મળીને લાખોની રકમ આપ્યાં બાદ યુવાન ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. અંતે પોતાની સાથે ઠગાઈ થયાનું માલુમ પડતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ આરંભી હતી. અંતે પોલીસે લોરેન્સ ચિકે અને તેના બે સાગરિત ઔદુડે ઓકુણ્ડે અને દીપકને ઝડપી લીધા હતા. પોલીસે મહિલાએ જેમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા તે બેંક એકાઉન્ટ્સની ડિટેઈલ્સ કઢાવીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક એકાઉન્ટ દિલ્હીનું હોવાની અને આરોપી એક સ્વાઈપ મશીન વાપરતો હોવાની જાણ થઈ હતી. આ પુરાવાઓના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી 2 વિદેશી નાગરિક છે.