Site icon Revoi.in

મન કી બાત કાર્યક્રમ – 13 થી 15 ઓગસ્ટે દરેક ઘરમાં તિરંગો લહેરાવા પીએમ મોદીની અપીલ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 91મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થયો હતો આ દરમિયાન પીએમ મોદીએ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે,જેમાં ખઆસ કરીને કોમન વેલ્થ ગેસ્મથી લઈને 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી ગરેક ઘરમાં તિરંગો ફરકાવાની વાત પણ કહી હતી.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દરેક લોકોને તિરંગો ફરકાવાની અપીલ કરી અને કહ્યું કે, 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા આપણા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગો લગાવી શકીએ છીએ. 2જી ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગાલી વેંકૈયા જીની જન્મજયંતિ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે, 13 થી 15 ઓગસ્ટ દરમિયાન, ‘હર ઘર તિરંગા – હર ઘર તિરંગા’ એક વિશેષ ચળવળનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચળવળનો એક ભાગ બનીને, 13 થી 15 ઓગસ્ટ સુધી, તમારે તમારા ઘરે ત્રિરંગો ફરકાવવો જોઈએ

જાણો પીએમ મોદીના કાર્યક્રમમાં થયેલી વાતોના કેટલાક અંશો

રમત ગમત ક્ષેત્રનો પોતાની વાતમાં કર્યો ઉલ્લેખ

મન કી બાત થકી દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા વખતે તેમણે કહ્યું કે આજે આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આ મહિને પીવી સિંધુએ સિંગાપોર ઓપનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. નીરજ ચોપરાએ પણ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે

બોર્ડની પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી

તેમણે 10 અને 12ની બોર્ડની પરિક્ષાના પરિણામનો પણ ઉલ્લખ કરતા કહ્યું કે, થોડા દિવસો પહેલા દેશભરમાં ધોરણ 10 અને 12નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જેમણે તેમની મહેનત અને સમર્પણ દ્વારા સફળતા પ્રાપ્ત કરી છે..

ખેડૂતોનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ ખેડૂતોનો પણ ઉલ્લખ કર્યો અને કહ્યું હતું કે “મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન બદલી રહી છે અને તેમની આવકમાં પણ વધારો  થયો છે,” મોદીએ કહ્યું. મધ, આપણને માત્ર સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય પણ આપે છે. આજે મધ ઉત્પાદનમાં એટલી બધી સંભાવનાઓ છે કે વ્યવસાયિક અભ્યાસ કરી રહેલા યુવાનો પણ તેને પોતાનો સ્વરોજગાર બનાવી રહ્યા છે.

રેલ્વે સ્ટેશન વિશે કહી આ વાત

મોદીએ કહ્યું, “આ જુલાઈમાં એક રસપ્રદ પ્રયાસ કરવામાં આવ્યો છે જેને ‘આઝાદી કી રેલગાડી અને રેલવે સ્ટેશન’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રયાસનો ધ્યેય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતીય રેલ્વેની ભૂમિકા વિશે લોકોને જાગૃત કરવાનો છે. દેશમાં ઘણા એવા રેલવે સ્ટેશન છે જે સ્વતંત્રતા ચળવળના ઈતિહાસ સાથે જોડાયેલા છે.