Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાના પડતર પશ્નો અંગે સંચાલકો 14મી ઓક્ટોબરથી ઉપવાસ આંદોલન કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓ છેલ્લા ધણા સમયથી પોતાના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જો કે રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે. છતાં મહત્વના પ્રશ્નોના નિકારકણ માટે લડત ચાલુ રાખવામાં આવી છે. દરમિયાન ગ્રાન્ટેડ શાળા સંચાલકોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં અનેક પડતર પ્રશ્નો અને જ્ઞાન સહાયક યોજનાને લઈને આગામી કાર્યક્રમ અને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં આગામી 14 ઓકટોબરે 5 કલાક પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ જ્ઞાન સહાયક યોજના હેઠળ જે શિક્ષકની ભરતી કરવામાં આવશે તે શિક્ષકને સ્કૂલ દ્વારા હાજર કરવામાં નહીં આવે તેમજ ખેલ મહાકુંભનો પણ બહિષ્કાર કરાશે.

ગ્રાન્ટેડ શાળા સંચાલકએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે લડતનો નિર્ધાર કર્યો છે. જેમાં 14મી ઓક્ટોબરે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ અપાશે. આ ઉપરાંત સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, ત્યારે આ ભરતી કેન્દ્રીયકૃત રીતે ભરતી કરવામાં આવશે જેને લઇને સંચાલકોમાં રોષ છે. જેથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકોને હાજર કરવામાં જ નહીં આવે. સંચાલકોની માગણી છે કે જ્ઞાન સહાયકની ભરતી સંચાલકોને સોંપવી જોઈએ.

ગ્રાન્ટેડ શાળા સંચાલકોની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે,  અગાઉ નક્કી કર્યા મુજબ શૈક્ષણિક કાર્ય સિવાય કોઈપણ પ્રવૃતિઓમાં ભાગ લેવામાં નહીં. તેથી અત્યારે શરૂ થયેલા ખેલ મહાકુંભનો પણ બહિષ્કાર કરવામાં આવશે. ખેલ મહાકુંભમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો રજીસ્ટ્રેશન નહીં કરાવે જેથી વિદ્યાર્થીઓ પણ જાતે રજીસ્ટ્રેશન નહીં કરાવી શકે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના પ્રશ્ને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પડતર પ્રશ્નોની માગણીઓને ના ઉકેલના ભાગરૂપે સાતમાં પગાર પંચનો પાંચમો હપ્તો ચૂકવવાની પણ માંગણી કરવામાં આવી હતી. જેને પરિણામે રાજ્યના શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો ચૂકવવાનું આદેશ કરવામાં આવ્યો છે.