Site icon Revoi.in

મણીપુર હિંસાઃ કુકી સંગઠને પીએમ મોદીને પત્ર લખીને રાષ્ટ્રપતિ શાસનની કરી માગ

Social Share

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હંસા અટકવાનું નામ નથી લઈ રહી ,છેલ્લા કેચલાક મહિનાઓમાં અહી 100થી પણ વધુ લોકોના જીવ ગયા છે કુકી અને મતૈય સમુદાય વચ્ચે શરુ થયેલો મતભેદ હિંસામાં પરિણામ્યો ત્યારે હવે કુકી સંગઠન દ્રારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની  માંગ કરી હતી. આ સમિતિ નવ કુકી-ઝોમી જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ સમયે, મતૈઈ સમુદાયના નાગરિક અધિકાર સંગઠન કોકોમીએ કેન્દ્રને વિનંતી કરી છે કે તેઓ કુકી ઉગ્રવાદી જૂથો સાથે કોઈપણ પ્રકારની વાતચીત ન કરે.