Site icon Revoi.in

CBI કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો – જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી

Social Share

દિલ્હીઃ-  દિલ્હીના ભૂતપુર્વ મંત્રી કે જેઓ દારુ કૌંભાડ મામલે એજન્સીઓની રડાર પર છે તેવા મનીષ સિસોદિયાની મુસીબત ઘટવાનું નામ લઈ રહી નથી, કારણ કે હવે ત દારૂ કૌભાંડના મામલામાં મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે.

માહિતી પ્રમાણે આજરોજ સોમવારે આ કેસની સુનાવણી કરતી વખતે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. હાલમાં મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ મામલે 22 માર્ચ સુધી ED રિમાન્ડ પર છે.જો ઈડી સોદિયાના રિમાન્ડ નહીં મળે તો પણ તેઓને ફરીથી તિહાર જેલમાં ઘધકેલાશે

સીબીઆઈ દ્રારા રા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.  દારૂ કૌભાંડ કેસમાં આરોપી બનાવવામાં આવેલા મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસો સુધી સીબીઆઈએ તેમની રિમાન્ડ પર પૂછપરછ કરી અને બાદમાં કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. આ પછી, દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઈડી તેઓની  ધરપકડ કરી.

Exit mobile version