Site icon Revoi.in

આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણા અવસરઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ આજે સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ થશે. તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને આવનારા વર્ષમાં ઉંચાઈ ઉપર લઈ જવામાં ફળદાયી રહેવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણા અવસર હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસી અને તેની શોધ અંગે પણ વાત કરી હતી.

બજેટ સત્ર પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતની આર્થિક પ્રગતિ, રસીકરણ અભિયાન, કોરોનાની રસીની શોધએ દુનિયામાં વિશ્વાસ ઉભો કર્યો છે. બજેટ સંસદમાં સાંસદોની વાતો, ચર્ચાઓ મહત્વના હોય છે. આશા છે કે, તમામ સાંસદો, પક્ષો ખુલ્લા મનથી ઉત્તમ ચર્ચા કરીને દેશને પ્રગતિના માર્ગે લઈ જવા અને ગતિ લાવવામાં મદદ કરશે. દેશમાં વારંવાર ચૂંટણીને કારણે સત્રને અસર કરે છે. પરંતુ ચૂંટણી ચાલતી રહેશે પરંતુ આપણા માટે સંસદમાં બજેટ સત્ર મહત્વ પૂર્ણ હોય છે. બજેટ સત્ર જેટલુ ફળદાયી બનાવીથી એટલું જ આવનારુ વર્ષ ઉંચાઈ ઉપર લઈ જવામાં ફળદાયી રહેશે.