Site icon Revoi.in

કોરોનાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો નિર્ણય, સ્કૂલમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

Social Share

રાજકોટ: દેશમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને દરેક રાજ્યના આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયા છે. દરેક રાજ્યની સરકાર દ્વારા જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આવામાં ગુજરાતના રાજકોટ શહેરમાં પણ કોરોનાને ધ્યાનમાં રાખીને જરૂરી પગલા લેવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર રાજકોટ જિલ્લામાં પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે અને તેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જાણકારી આપવામાં આવી છે કે હવેથી શાળામાં આવતા બાળકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ગત સપ્તાહે જ રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો.

આ સાથે રાજકોટ મનપાએ લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરી હતી અને કોવિડ 19 સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા સલાહ આપી હતી. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ફરી કોરોનાની આશંકિત નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.