Site icon Revoi.in

ઈઝરાયલના તેલ અવીવમાં યુએસ કોન્સ્યુલેટ નજીક પ્રચંડ કાર બોમ્બ વિસ્ફોટ, 10 વ્યક્તિ ઈજાગ્રસ્ત

Social Share

તેલ અવીવ (ઇઝરાયેલ): ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં યુએસ કોન્સ્યુલેટ પાસે એક જોરદાર કાર બોમ્બ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ બાદ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટે આકાશમાં દેખાતા હતા. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઇઝરાયેલની બચાવ કામગીરી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી. રિપોર્ટ પ્રમાણે, વિસ્ફોટ તેલ અવીવના બેન યેહુદા વિસ્તારમાં થયો હતો, જ્યાં યુએસ કોન્સ્યુલેટ સહિત અન્ય ઘણા દેશોના દૂતાવાસ અને રાજદ્વારી સ્થળો આવેલા છે. હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે.

એમ્બેસી નજીક કાર બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. જો કે, સમયે કોઈ ઇમારતોને નુકસાન થયું છે અથવા કોઈ જાનહાનિ થઈ છે. આ અંગેની વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. પરંતુ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે છે. તે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સાયરન વાગી રહ્યા છે. જેથી કરીને લોકોને અન્ય હુમલાઓ અંગે સતર્ક કરી શકાય. લોકોને લાઉડ સ્પીકર પર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયેલની સેનાએ ગાઝામાં છેલ્લા 3 દિવસમાં અલગ-અલગ હુમલામાં 200થી વધુ લોકોને માર્યા છે.

ઇઝરાયેલની સેનાએ કહ્યું હતું કે તેમણે હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હબીબ માટોકને મારી નાખ્યો છે. ત્યારબાદ થોડા કલાકો પછી બોમ્બ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે પણ તેલ અવીવમાં થયેલા હુમલાની માહિતી આપી છે. પરંતુ મોસાદના જણાવ્યા અનુસાર આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. 

Exit mobile version