Site icon Revoi.in

નક્સલ સમસ્યા પર મંથન- આજરોજ ગૃહમંત્રી અમિત શાહ 10 રાજ્યોના સીએમ સાથે કરશે બેઠક, નક્લસ પ્રભાવિત રાજ્યોમાં ચાલી રહેલા ઓપરેશનની કરશે સમીક્ષા

Social Share

દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક કરશે. આ બેઠકમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની ખાસકરીને સમીક્ષા કરવામાં આવશે. આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી શાહ નક્સલવાદની સમસ્યાથી પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરવાના છે. તાજેતરમાં નક્સલવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશનની પણ સમીક્ષા કરવામાં આવશે.

આ બેઠકમાં આ રાજ્યોના મંત્રીઓ રહેશે હાજર

મળતી માહિતી મુજબ, આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેરળના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીને હાજર રહેવા માટે જણાવાયું છે.

ગૃહ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2015 થી વર્ષ 2020 સુધી, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં આશરે 380 સુરક્ષા કર્મચારીઓ, 1 હજાર નાગરિકો અને 900 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે, તે જ સમયગાળામાં કુલ 4 હજાર 200 નક્સલવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હોય તેમ પણ જાણવા મળી રહ્યું છે.

આ સાથે જ એવી પણ આશા સેવાઈ રહી છે કે ગૃમંત્રી શાહ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા, પુલ, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોના નિર્માણ જેવા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. મંત્રાલયના ડેટા અપ્રમાણે દેશમાં માઓવાદી હિંસામાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે આ સાથે જ હવે માત્ર 45 જ એવા જીલ્લાઓ છે જ્યા આ હિંસાનું જોખમ વર્તાઈ રહ્યું  છે

ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ 90 જિલ્લા એવા છે જે નક્સલવાદથી પ્રભાવિત ગણાય છે. આ જિલ્લાઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષા સંબંધિત ખર્ચ યોજના હેઠળ આવે છે. ડેટા પ્રમાણે 2019 માં 61 જિલ્લાઓમાં નક્સલવાદી હિંસા નોંધાઈ હતી, ત્યારબાદ વર્ષ 2020 માં આ સંખ્યા ઘટીને હવે  45 પર પહોંચી ચૂકી છે