અમદાવાદઃ કોરોના કપરા કાળનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ભર ઉનાળે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગના સૂત્રોએ આગાહી કરી છે.
ગુજરામાં છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જો કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આગામી દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને કચ્છમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને કચ્છમા પાંચ દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડશે. બીજી તરફ મંગળવાર અને બુધવાર એમ બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ સુરત, પોરબંદર અને કચ્છમાં હિટવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાન પર એક સાકલોનિક સર્ક્યુલર સક્રિય થયું છે