Site icon Revoi.in

વૃદ્ધો માટે જારી કરાયેલ હેલ્પલાઈન નંબરનો મહત્તમ ઉપયોગ- અત્યાર સુધી 3,39 લાખ કોલ આવ્યા,મહિલા વૃદ્ધોના સહાય માટેના કોલ વધુ

Social Share

દિલ્હીઃ- દેશમાં જે રીતે ચાઈલ્ડ હેલ્પલાઈન ચાલે છે તે જ રીતે વૃદ્ધો માટે પણ  હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો હતો જેને લઈને પરેશાની ભોગવી રહેલા વૃદ્ધો મદદ માટે પુકાર લગાવી શકે ત્યારે હવે તેનો ઉપયોગ મહત્તમ થતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના મે મહિનાથી, વૃદ્ધો માટે સરકારી હેલ્પલાઇન સુવિધા પર ‘એલ્ડરલાઇન’ પર 3.39 લાખથી વધુ કોલ આવ્યા છે. જેમાંથી 79 હજારથી વધુ કોલ ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય હેલ્પલાઇન સુવિધા વૃદ્ધ લોકોને સહાય પૂરી પાડવાનો છે.

મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા પ્રમાણે , ઉત્તરાખંડમાંથી 54 હજાર 432 કોલ, તેલંગણાથી 42 હજાર 610, તામિલનાડુથી 27 હજાર 708 અને કર્ણાટકમાંથી 22 હજાર 711 કોલ કરવામાં આવ્યા હતા. ‘એલ્ડરલાઇન’ દ્વારા પુરુષોએ મહિલાઓ કરતાં વધુ મદદ માંગી છે. માહિતીપ્રમાણે, 23 હજાર 390 પુરુષો અને 8 હજાર 178 મહિલાઓએ આ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો.

પુરુષો કરતા વૃદ્ધ મહિલાઓના કોલ સૌથી વધુ

માહિતી અનુસાર, હેલ્પલાઇન દ્વારા વૃદ્ધોનો સંપર્ક કરવાનાં કારણો કોવિડ સહાય , પેન્શન, દુરુપયોગ, આરોગ્ય સહાય, બચાવ અને વૃદ્ધાશ્રમ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થયો છે.. અધિકારીઓએ કહ્યું કે હેલ્પલાઇન પર કરવામાં આવેલા કોલ્સની મદદથી સરકાર વૃદ્ધો માટે નીતિ ઘડવાની દિશા નક્કી કરવામાં મદદ કરશે.

આ ઉપરાંત 1લી મેથી 3 લાખ 39 હજાક 879 કોલ આવ્યા હતા, જેમાંથી 3 લાખ 2 હજાર 195 કોલ્સ સેવાયોગ્ય ન હતા, કારણ કે આ કોલ્સ દ્વારા મદદ માંગનારાઓ વૃદ્ધ ન હતા. પ્રાપ્ત 37 હજાર 684 સત્ય કોલ્સમાંથી 17 હજાર 933 કોલ એટલે કે 47.59 ટકા કોલ કોવિડ -19 સંબંધિત સહાય, રસીકરણની માહિતીની પ્રાપ્તીને લઈને આવ્યા હતા