Site icon Revoi.in

કોરોનાના વધતા કેસની વચ્ચે સ્વિટ્ઝલેન્ડથી આવી મેડિકલ હેલ્પ, 600 ઓકસીજન સાથે ભારત પહોંચ્યું પ્લેન

Social Share

કોરોનાના વધતા જતા કેસ અને દેશમાં ખરાબ થઈ રહેલ મેડિકલ કંડીશનની વચ્ચે એનડીઆઈએ શુક્રવારે
સ્વિટ્ઝલેન્ડથી 600 ઓક્સિજન, 50 વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સપલીમેંટની ખેપ પ્રાપ્ત કરી છે. આ વાતની જાણકારી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

એમઇએના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું કે, સ્વિટ્ઝલેન્ડ ભારત સાથે પોતાની મિત્રતા વધારતા આ મહામારીના સમયમાં દેશની મદદ માટે આગળ આવી 600 ઓક્સિજન, 50 વેન્ટિલેટર અને અન્ય મેડિકલ હેલ્પની ખેપ મોકલી છે,આ સહાય બદલ સ્વિટ્ઝલેન્ડનો આભાર.

ભારતમાં સ્વિસ એમ્બેસીના જણાવ્યા મુજબ સ્વિટ્ઝલેન્ડથી મોકલવામાં આવેલી મેડિકલ હેલ્પને
રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી વિતરણ કરવામાં આવશે .ભારતમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા COVID-19 કેસ નોંધાયા છે, તો 3,980 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસમાં પહેલીવાર ઘણા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 12 રાજ્ય એવા છે જ્યાં 1 લાખથી વધુ સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે.દેશમાં કોરોના કેસ દરરોજ 2.4 ટકાના દરે વધી રહ્યા છે. ગુરુવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના 57 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 20960 કેસ નોંધાયા છે. જ્યારે 311 લોકોનાં મોત થયાં છે. મધ્યપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાનાં 12319 નવા કેસ નોંધાયા છે, જ્યારે 71 લોકોનાં મોત નીપજ્યાં છે.