Site icon Revoi.in

અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મેગા ડિમોલેશન, 100 ઝુંપડા અને 22 પાકા મકાનો તોડી પડાયા

Social Share

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહત્ત્વના પ્લોટ પર લાંબા સમયથી ઊભા થયેલા 22 જેટલાં પાકાં મકાન અને 100 ઝૂંપડાને મ્યુનિ.એ તોડી પાડ્યાં છે. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાંબા કાનૂની જંગ બાદ આખરે ચુકાદો કલેકટરની તરફેણમાં આવતાં આ મકાનો તોડી પડાયાં હતા. હવે આ જગ્યા પર આસપાસના રહીશોની પાણીની સમસ્યા ઉકેલવા ટાંકી બનાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઘાટલોડિયા  વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું,  અને મોડી રાત સુધી દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યા હતા. લગભગ એક મહિના પહેલા ટ્રાફિક  વિભાગે પાર્કિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને નોટિસ આપી હતી. ત્યાર બાદ રોડ પર અડચણરૂપ અને ગેરકાયદેસર બનાવેલા એકમો પર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બુલ ડોઝર ફેરવી દેવાયું હતું.. મ્યુનિ.ના દબાણ વિભાગના અધિકારીઓએ  મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખી હતી અને દબાણો દૂર કર્યા હતા. ઘાટલોડિયા વિસ્તારમાં 500  એકમો છે કે જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ક્લાસ, મોલ્સ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોનો સમાવેશ થાય છે. જેમની પાસે પાર્કિંગની જગ્યા નથી અથવા બિલ્ડિંગના બાંધકામ પહેલા બિલ્ડિંગ પ્લાનમાં દર્શાવેલા પાર્કિંગ એરિયામાં દુકાનો બનાવી છે.

ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનરએ જણાવ્યું હતું કે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. હવે અમે એએમસીને  સબમિટ કરેલા પ્લાનમાં દર્શાવવામાં આવેલી નિયુક્ત પાર્કિંગ જગ્યામાં જે દુકાનો કે અન્ય કોઈ બાંધકામ કરવામાં આવ્યું છે. તેને તોડી પાડવા માટે AMC ને પત્ર લખવાનું નક્કી કર્યું છે. નો પાર્કિંગ વિસ્તારમાં વાહનો પાર્ક કરવા બદલ વાહન માલિકોને દંડ ભરવો પડે છે. AMC એ પાર્કિંગ ન આપનારા દુકાન માલિકો સામે કડક કાર્યવાહી કરવી પડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના SG હાઈવે, CG રોડ, સ્ટેડિયમ, કોર્પોરેટ રોડ, ઘાટલોડિયા, સોલા, વસ્ત્રાપુર, નરોડા જેવા વિસ્તારો અને SP રિંગ રોડના આઉટર સર્કિટ પર બનેલા ઈમારતો અને શોપિંગ કોમ્પ્લેક્સ પોલીસ કાર્યવાહીની અગ્રતા યાદીમાં છે. ટ્રાફિક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રસ્તા પર કોઈ વાહન પાર્ક ન થાય તેની ખાતરી કરવા માટે બિલ્ડિંગ માલિકોની જવાબદારી રહેશે.પોલીસ AMC ને અમુક ચોક્કસ કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કરવા માટે પણ પત્ર લખશે. જેઓ સત્તાવાળાઓની કોઈ પણ પરવાનગી વિના પે એન્ડ પાર્ક સુવિધાઓ ચલાવે છે. આવા કોન્ટ્રાક્ટરો પર નજર રાખવા અને પછી AMCને કેસની જાણ કરવા સૂચના આપી છે. (file photo)