Site icon Revoi.in

રાજકોટના પૂર્વ ઝોનમાં મેગા ડિમોલીશન, 15 ઝૂંપડા, બે મકાન સહિત ગેરકાયદે દબાણો હટાવાયા

Social Share

રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. આથી મ્યુનિ.કમિશનર દ્વારા અપાયેલી સુચના બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મોરબી રોડ નજીક આવેલા મ્યુનિ.ની માલિકીના પ્લોટમાંથી કુલ 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. 75.43 કરોડની 10777 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ પ્લોટ પર લાંબા સમયથી કુલ 19 જેટલા ગેરકાયદે બાંધકામ ખડકાયેલા હતા.તે તમામ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરમાં સરકારની માલીકીના વિવિધ પ્લોટમાં ગેરકાયદે બાંધકામો વર્ષોથી ખડકાયેલા છે. જેને લઈને તબક્કાવાર આ પ્રકારના બાંધકામો દૂર કરી સરકારી જગ્યા ખાલી કરાવવા મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ટીપી શાખા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જે અંતર્ગત મંગળવારે વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના મોરબી રોડ નજીક આવેલા મનપાની માલિકીના પ્લોટમાંથી કુલ 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. 75.43 કરોડની 10777 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંગળવારે ઇસ્ટ ઝોનમાં ફરી એક મેગા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ઝોનમાં ટીપી સ્કીમ અંતર્ગત મળેલી વોર્ડ નં.4ની જગ્યામાં આ ઓપરેશન રાખ્યું હતું. જૂના મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલ પાસે મ્યુનિ.ના ટીપી સ્કીમ નં.13, અંતિમ ખંડ નં. આર-1માં રેસીડેન્સી ફોર સેલ હેતુનો 10777 ચો.મી.નો વિશાળ પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર લાંબા સમયથી કુલ 19 જેટલા ગેરકાયદે બાંધકામ ખડકાયેલા હતા. મ્યુનિ.ના અધિકારીઓ સહિત સ્ટાફ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર સહિતના સાધનો લઈને ધસી ગયો હતો. અને 15 કાચા-પાકા ઝુંપડા, બે પાકા મકાન, બે કાચી ઓરડી સહિત 19 બાંધકામનો કડુસલો બોલાવી દેવાયો હતો. આ જગ્યાએ જમીનનો ભાવ પ્રતિ ચો.મી. રૂા. 70 હજાર જેવો છે. આ રીતે આજે 75.43 કરોડની જમીન ખુલ્લી કરાવી મ્યુનિએ પ્લોટનો કબ્જો લીધો હતો.