Site icon Revoi.in

મહેબુબા મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ? આર્ટિકલ 370ને લઈને પીડિપી નેતા મહેબુબા મુફ્તી રેલી કરશે

Social Share

શ્રીનગર:  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. સમયની સાથે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે, પરંતુ હજુ પણ અનેક પાર્ટીઓ તેના વિરોધમાં ઉભી છે. પાકિસ્તાન પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવનાર નેતા મહેબૂબા મુફ્તી હજુ પણ આર્ટિકલ 370ના સમર્થનમાં 5 ઓગષ્ટના દિવસે એટલે કે આજરોજ રેલી યોજવા જઈ રહી છે. આજે પણ જમ્મુ અને કાશ્મીરના કેટલાક નેતાઓ છે જેઓ કાશ્મીરમાં શાંતિ ઈચ્છતા નથી અને આર્ટિકલ 370ને ફરીવાર લાગુ કરવાના સમર્થનમાં પોતાના અભિપ્રાય રાખે છે.

જમ્મુ કાશ્મીરની પીડિપી પાર્ટીના નેતા ઈકબાલ ત્રંબુએ મીડિયાને કહ્યું કે તેઓએ શ્રીનગરના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ પાસે રેલી માટે પરવાનગી માગી છે, પણ જો પરવાનગી આપવામાં નહી આવે તો અમે ઉપરના સ્તર પર જઈને પરવાનગી લેવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ, હવે તે પણ અન્ય રાજ્યની જેમ સામાન્ય છે, એનો અર્થ એમ કે પહેલા જ્યારે આર્ટિકલ 370ની કલમ હટાવવામાં આવી ન હતી ત્યારે તેને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો આપવામાં આવતો હતો પણ હવે એવુ કાંઈ છે નહી. એન.ડી.એ સરકારના આ મહત્વપૂર્ણ પગલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સકારાત્મક બદલાવ આવ્યો છે અને આતંકવાદી પ્રવૃતિઓમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. દેશમાં આજે પણ કેટલીક રાજકીય પાર્ટી એવી છે કે સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે તેમ છે અને આતંકવાદીઓને સમર્થન મળી રહે તે માટે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ફરી લાગુ કરવા માટે રેલીઓ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા આર્ટિકલ 370 મુદ્દે, ડીએમકેએ આર્ટિકલ 370 હટાવવાને લોકશાહીની હત્યા ગણાવી હતી. પાર્ટીનું આ સ્ટેન્ડ શરૂઆતથી જ જળવાઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે લોકો સાથે વાત કર્યા વિના જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.