1. Home
  2. Tag "article 370"

પુલવામા આતંકવાદી હુમલાને કારણે આર્ટિકલ 370 હટાવવા મજબુર થવુ પડ્યુંઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા માટે મજબુર થવું પડ્યું હતું. તેમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 દૂર કરાવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન રજુઆત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ભારતમાં સંપૂર્ણ વિલય થઈ ગયું છે. આ દરમિયાન નેશનલ […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ પ્રથમવાર કારગિલની પ્રજા મતદાન કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ દુર થયા બાદ કેન્દ્ર શાસિત રાજ્ય તરીકે સ્થાપિત થયેલા લદાખના કારગીલમાં પ્રથમવાર ચુંટણી યોજાઈ રહી છે. લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સની ચૂંટણીમાં કાગરિત હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 બેઠકો ઉપર લગભગ 88 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. હિલ કાઉન્સિલની […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં PDPનો કાર્યક્રમ,પ્રશાસને ન આપી મંજૂરી

શ્રીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ચોથી વર્ષગાંઠ પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ એક કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. શ્રીનગર પ્રશાસને પીડીપીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. PDPએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 અને 35A નાબૂદ કરવાની વર્ષગાંઠ પર શનિવારે એક કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. પાર્ટીએ […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ પૂર્ણ,હવે બોમ્બ વિસ્ફોટોના અવાજને બદલે ખીણમાં સંગીતના ધ્વનિ તરંગો ગુંજી ઉઠે છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. આ ચાર વર્ષમાં જમીન પરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે બોમ્બ વિસ્ફોટોના અવાજને બદલે ખીણમાં સંગીતના ધ્વનિ તરંગો ગુંજી ઉઠે છે. તિરંગો હવે અલગતાવાદીઓના ગઢ ડાઉન ટાઉન અને ઐતિહાસિક લાલ ચોકમાં ગર્વથી ફરે છે. લુપ્ત થતી ફિલ્મ સંસ્કૃતિ ખીણમાં ફરી જીવંત થઈ છે. શોપિયાં, પુલવામા, […]

370 દૂર થયાના 4 વર્ષ પૂર્ણઃ પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીર ભારતમાં ક્યારે ભળશે ?

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કર્યાના ચાર વર્ષ પૂર્ણ થયાં છે, હવે દેશની જનતા પણ પીઓકે ફરીથી ભારતમાં ભળે તેવી માંગણી કરી રહ્યું છે. પીઓકેને ભારતનો અભિન્નઅંગ ગણતી ભારત સરકારે પણ તેને પરત મેળવવાની દિશામાં કવાયત શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને મોદી સરકારે ત્યાંની જનતાને પણ દેશની […]

મહેબુબા મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ? આર્ટિકલ 370ને લઈને પીડિપી નેતા મહેબુબા મુફ્તી રેલી કરશે

શ્રીનગર:  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. સમયની સાથે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે, પરંતુ હજુ પણ અનેક પાર્ટીઓ તેના વિરોધમાં ઉભી છે. પાકિસ્તાન પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવનાર નેતા મહેબૂબા મુફ્તી હજુ પણ આર્ટિકલ 370ના સમર્થનમાં 5 ઓગષ્ટના દિવસે એટલે કે આજરોજ રેલી યોજવા જઈ રહી છે. આજે પણ જમ્મુ […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાની વાત પોતાનામાં ઘણું કહી જાય છે, તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને ભાઈચારો પહેલા કરતા વધુ વધ્યો છે, તેની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. તેમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના આદેશને પડકારતી અરજી આઈએએસ અધિકારી શાહ […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 3 વર્ષ પુરા થવા પર સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું

જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ કલમ 370 હટાવવાના આવતી કાલે 3 વર્ષ પુરા આ દિવસે ખાસ આતંકીઓને લઈને એલર્ટ જારી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 5 ઓગસ્ટે 3 વર્ષ પુરા થવા પર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું જમ્મુ કાશ્મીર અને પંજાબમાં સુરક્ષા વધારાઈ આવતી કાલે કલમ 370 ટહાવ્યાને 3 વર્ષ પુરા થવા પર એલર્ટ જારી કર્ય […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો થયાનો દાવો કરવામાં આવ્યો છે. આતંકવાદી ઘટનાઓમાં લગભગ 42 ટકા જેટલો ઘટાડો થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટીકલ 370 દૂર કરવામાં આવ્યું હતું. […]