Site icon Revoi.in

મહેસાણાઃ સરકારી સ્કૂલના આચાર્યના ગેરવહીવટથી નારાજ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી

Social Share

અમદાવાદ : ગુજરાતમાં સોમવારે ઉનાળાનું વેકાશન પૂર્ણ થયું હતું અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. દરમિયાન મહેસાણામાં આવેલા સૂંઢિયા ગામમાં સ્કૂલના આચાર્યના વર્તન અને અયોગ્ય વહીવટને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સ્કૂલના દરવાજે લોકમારીને પોતાનો વિરોધ કર્યો હતો. તેમજ આચાર્યની બદલીની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સૂંઢિયા ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં આચાર્યએ સરકારી ગ્રાન્ટનો દુરઉપયોગ કર્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. તેમજ આચાર્યના અયોગ્ય વહીવટ અંગે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આચાર્યના કથિત ગેરવહીવટના કારણે નારાજ ગ્રામજનો મોટી સંખ્યામાં સ્કૂલ સંકુલમાં એકત્ર થયાં હતા. તેમજ સ્કૂલના દરવાજાને તાળુ મારીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આચાર્યની તાત્કાલિક બદલી કરવાની માંગણી કરી હતી.