Site icon Revoi.in

પુરાણોમાં ભારત અને ભારતીયોનો ઉલ્લેખઃ પીએમ મોદી

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ ઉપર પોતાના વિચાર રાખતા આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લતા મંગેશકરને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોના કાળ બાદ દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારત આ મામલે નૈતૃત્વ લેવામાં પાછળ નથી રહ્યું, કોરોના કાળમાં ગરીબોને રાશન આપવામાં આવ્યું છે. તેમજ ભારતમાં જ બનેલી સ્વદેશી રસીથી દેશની જનતાને સુરક્ષિત કરવામાં આવી છે. પુરાણોમાં ભારત અને ભારતીયોનો ઉલ્લેખ હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. કોંગ્રેસે અંગ્રેજોની નીતિ ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી રહી છે.

પીએમે કહ્યું, “છેલ્લા 2 વર્ષમાં, 100 વર્ષની સૌથી મોટી વૈશ્વિક મહામારીના સંકટનો સામનો સમગ્ર વિશ્વની માનવજાત કરી રહી છે. આજે મેડ ઇન ઇન્ડિયા કોવિડ રસી વિશ્વમાં સૌથી અસરકારક છે. આજે, ભારત 100 ટકા પ્રથમ ડોઝના લક્ષ્યની નજીક પહોંચી રહ્યું છે અને લગભગ 80 ટકા બીજા ડોઝને પણ પૂર્ણ કરી લીધું છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓની તાકાત અનેક ગણી વધારે છે. જો તેઓ નિશ્ચય સાથે જોડાય, તો પરિણામ મળે છે. “2014 પહેલા, આપણા દેશમાં માત્ર 500 સ્ટાર્ટઅપ હતા. જ્યારે તક આપવામાં આવે છે, ત્યારે દેશના યુવાનો માટે શું પરિણામો આવે છે. આ સાત વર્ષમાં આ દેશમાં 60 હજાર સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે. આ મારા દેશના યુવાનોની તાકાત છે અને તેમાં યુનિકોર્ન બની રહ્યું છે. તેની એક યુનિકોર્નની કિંમત એટલે કે હજારો કરોડ રૂપિયા નક્કી થાય છે. બહુ ઓછા સમયમાં, ભારતના યુનિકોર્ન સદી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.”

પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ અમે હજારો લાભાર્થીઓના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કર્યા છે. તેમણે કહ્યું, “સેંકડો વર્ષોનો ગુલામીનો સમયગાળો, તેની માનસિકતા, કેટલાક લોકો તેને આઝાદીના 75 વર્ષ પછી પણ બદલી શક્યા નથી. આ ગુલામીની માનસિકતા કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે એક મોટું સંકટ છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે, “મુદ્રા યોજના સફળ રહી. માતાઓ અને બહેનો આ ક્ષેત્રમાં આવ્યા. લાખો લોકો ગેરંટી વગર બેંકોમાંથી લોન લઈને સ્વરોજગાર તરફ આગળ વધ્યા છે તેમજ અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે.

PM એ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર્સને બેંકો પાસેથી લોન મળી રહી છે અને અમારા સ્ટ્રીટ વેન્ડર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને કરોડો કામદારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. અમે ગરીબ કામદારો માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. લોકસભામાં નાના ખેડૂતોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “જે લોકો આટલા વર્ષો સુધી દેશ પર રાજ કર્યું અને મહેલોમાં રહેતા હતા, તેઓ નાના ખેડૂતના કલ્યાણની વાત કરવાનું ભૂલી ગયા છે. ભારતની પ્રગતિ માટે નાના ખેડૂતને સશક્ત બનાવવું જરૂરી છે. જો ગરીબીથી મુક્તિ જોઈતી હોય તો નાના ખેડૂતોને મજબુત બનાવવા પડશે. નાના ખેડૂતો મજબુત બને તો નાની જમીનને પણ આધુનિક કરવાની કોશિશ કરશે.

વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, “જો આપણે સ્થાનિક માટે અવાજ ઉઠાવવાની વાત કરી રહ્યા છીએ, તો શું આપણે મહાત્મા ગાંધીના સપના પૂરા નથી કરી રહ્યા? તો પછી વિપક્ષ દ્વારા તેની મજાક કેમ ઉડાવવામાં આવી રહી છે? અમે યોગા કર્યા અને ફિટ ઈન્ડિયાની વાત કરી, પરંતુ વિપક્ષોએ પણ તેની મજાક ઉડાવી.” ભારત સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે રોગચાળા વચ્ચે 80 કરોડથી વધુ ભારતીયોને મફત રાશન મળે. અમારી પ્રતિબદ્ધતા છે કે કોઈ પણ ભારતીય ભૂખ્યો ન રહે.