Site icon Revoi.in

મેટા એ મેસેજને લગતી આ સેવાને બંધ કરવાની કરી જાહેરાત , જણો ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર તેની શું થશે અસર

Social Share

દિલ્હી- ફેસબુકની પેરેન્ટ કંપની મેટ અવનવા ફીચર લોમનચ કરે છે તો ઘણી વખત કેટલીક સેવાઓ બંધ કરે છે ત્યારે તાજેતરમાં મેટ એ મેસેજને લગતી એક સેવ બંધ કરવાની જાહેરાત કરી છે જે ફેસબુક અને ઇસ્ટાગ્રામ સાથે જોડાયેલી સેવા છે .

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેટાએ ટૂંક સમયમાં તેની ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેની કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે. આ સેવા ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને તેના દ્વારા વપરાશકર્તાઓ ક્રોસ પ્લેટફોર્મ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આવતા સંદેશાઓનો જવાબ આપી શકતા હતા. હવે કંપનીએ આ ફીચરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જો કે આ સેવ બંધ કરવા માટે  કંપનીએ હજુ સુધી આનું કારણ જણાવ્યું નથી.  જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સેવામાં જોડાનાર વપરાશકર્તાઓ આ સેવા પછી અન્ય પ્લેટફોર્મ પર સંદેશાઓનો જવાબ આપી શકશે નહીં, જો કે તેઓ સંદેશા વાંચી શકશે અને ચેટ ઇતિહાસ પણ ઉપલબ્ધ રહેશે.

હવે ડિસેમ્બરના મધ્યમાં ક્રોસ એપ્લિકેશન કમ્યુનિકેશન ચેટ્સ બંધ કરવામાં આવશે. જ્યારે ફેસબુક મેસેન્જરમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે. આ ફીચર આ વર્ષના અંત પહેલા અપડેટ કરવામાં આવશે.

આ અમલને લઈને કોર્પોરેટ આયોજન મેટાનું કહેવું છે કે આ ફીચરને બંધ કર્યા બાદ યુઝર્સ કોઈપણ પ્લેટફોર્મ પર અન્ય પ્લેટફોર્મના મેસેજનો જવાબ આપી શકશે નહીં, પરંતુ તેમને મેસેજ વાંચવાનો અધિકાર હશે. કારણ મેટાએ આ સેવા બંધ કરવા પાછળનું કારણ જણાવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં તેની મેસેજિંગ એપ્સમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સામેલ કરવાની યોજના બનાવી રહી છે