Site icon Revoi.in

પશ્ચિમ અમદાવાદમાં ગ્યાસપુરથી જીવરાજ પાર્ક સુધી મેટ્રોએ કર્યો પ્રી-ટ્રાયલ રન

Social Share

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર મેટ્રો ટ્રેનદોડાવવામાં આવી છે. 6 કોચની મેટ્રોનું પ્રી-ટ્રાયલ રાત્રે ગ્યાસપુર ડેપો અને જીવરાજ પાર્ક સ્ટેશન ની વચ્ચે કરવામાં આવ્યું હતું.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રો ટ્રેન દાડાવવાનું આયોજન એટલે મેટ્રોની કામગીરી પણ પૂર્ણ કરવાની સુચના આપી દેવામાં આવી છે. અને જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પ્રી ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં ટ્રેક અને સિગ્નલ લગાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ પહેલો પ્રી-ટ્રાયલ રન હતો અને આગામી દિવસોમાં આવા કેટલાય ટ્રાયલ કરવામાં આવશે. આ ઓગસ્ટ સુધીમાં અમદાવાદ શહેરના ફેઝ 1ના આખા ટ્રેક પર પ્રી-ટ્રાયલ રન કરવાનું આયોજન મેટ્રો સત્તાધિશોનું છે. આ વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના છે અને ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે આ બધા કામ સમાંતર ચાલશે. શહેરના ગ્યાસપુર-જીવરાજ પાર્ક સુધીનો ટ્રેક 2 કિલોમીટર લાંબો છે અને વચ્ચે બે સ્ટેશન આવે છે. વાસણા સ્ટેશનથી ટ્રેન સર્વિસ શરૂ થાય છે અને જીવરાજ પાર્ક સ્ટેશન આ રૂટનું બીજું સ્ટેશન છે. વાસણાથી મોટેરા નોર્થ-સાઉથ કોરિડોરનો ભાગ છે, જે 18.87 કિલોમીટર લાંબો છે અને 15 સ્ટેશન આવે છે. આ સંપૂર્ણપણે એલિવેટેડ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મેટ્રો ટ્રેનનો પ્રી-ટ્રાયલ બાદ લખનૌની રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન પણ ટ્રાયલ કરશે. તે ટ્રેકને સર્ટિફિકેટ આપી દે પછી સેફ્ટી ટ્રાયલ શરૂ થશે અને ત્યારબાદ ફ્રી રન શરૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે, સત્તાધીશો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોર એપ્રિલ સુધીમાં તૈયાર કરી દેવા માગે છે. જેથી તેમને એજન્સી અને અન્ય એજન્સીઓ તરફથી સર્ટિફિકેટ મળી જાય.