Site icon Revoi.in

માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં થયો ખુલાસો- રશિાએ યુક્રેન પર કર્યા છે ઘણા સાયબર હુમલાઓ

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાથઈ રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમાો કરવાની ઘટનાો સામે આવી રહી છે આવી સ્થિતિમાં યુક્રેનની સ્થિતિ ખૂબ ગંભીર બનવા પામી છે.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે રશિયા માત્ર બોમ્બ અને મિસાઈલ જ નહીં પરંતુ યુક્રેન પર સાઈબર હુમલા પણ કરી રહ્યું છે.

જાણકારી પ્રમાણે આ  યુદ્ધની વચ્ચે, રશિયન હેકર્સની એક ટીમ સાયબર હુમલા કરીને યુક્રેનને નબળું પાડી રહી છે. માઈક્રોસોફ્ટ કંપનીએ આ મામલે બુધવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે રશિયન સરકાર સમર્થિત હેકરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં યુક્રેનમાં ડઝનેક સંસ્થાઓ પર હુમલાઓ કર્યા છે, આ આમ કરીને તેમના ડેટાનો નાશ પણ કર્યો છે અને “અરાજક માહિતી વાતાવરણ બનાવ્યું છે,” માઇક્રોસોફ્ટ કંપનીએ બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું.

અહેવાલમાં જણાવાયું છે કે લગભગ અડધા હુમલા જટિલ સંરચના પર પર કરવામાં આવ્યા હતા અને બોમ્બ વિસ્ફોટો સાથે આવા ઘણા હુમલાઓ એક સાથે કરવામાં આવ્યા હતા.આ બાબતે વધુમાં  માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે રશિયા સાથે જોડાયેલા જૂથો માર્ચ 2021 થી વ્યૂહાત્મક અને યુદ્ધ ક્ષેત્રની ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવા નેટવર્કને હેક કરવા માટે હુમલાની તૈયારી કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, યુદ્ધ દરમિયાન, હેકરોએ નાગરિકોની વિશ્વસનીય માહિતી અને મહત્વપૂર્ણ સેવાઓની ઍક્સેસને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો.