Site icon Revoi.in

ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન કેટલાક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે: અમેરિકા

Social Share

ન્યૂયોર્ક, 28 માર્ચ 2026: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોનું મહત્વનું નિવેદન આપ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આશા વ્યક્ત કરી કે, ઈરાન વિરુદ્ધ અમેરિકાનું સૈન્ય અભિયાન કેટલાક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે. માર્કો રુબિયોએ કહ્યું કે, તેમને એવું નથી લાગતું કે આ મહિનાઓ સુધી ચાલવાનું છે. સાથે જ, રુબિયોએ જમીની સૈનિકોનો ઉપયોગ કર્યા વગર પોતાના તમામ ઉદ્દેશ્યો પૂરા કરવાની પણ વાત કહી છે.

ફ્રાન્સમાં આયોજિત G7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ માર્કો રુબિયોએ કહ્યું હતું કે, અમેરિકા નિર્ધારિત સમય મર્યાદાની અંદર તેના લક્ષ્યો હાંસલ કરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ ઓપરેશન માટે મોટા પાયે ભૂમિ સૈનિકો મોકલવાની જરૂર નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે અને જરૂર પડે તો અન્ય વિકલ્પો ખુલ્લા રાખવા માટે કેટલાક સૈનિકોને આ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો ઝડપી અંત લાવવાના પક્ષમાં છે. તેમણે ઈરાનને ‘હોર્મુઝની સામુદ્રધુની’ ફરીથી ખોલવા માટે 10 દિવસની સમયમર્યાદા આપી છે. જો ઈરાન આ આદેશનું પાલન નહીં કરે, તો તેના ઉર્જા માળખા અને તેલના કુવાઓ પર ભીષણ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. પાકિસ્તાન મારફતે મોકલાયેલા 15-મુદ્દાના પ્રસ્તાવમાં યુરેનિયમ સંવર્ધન બંધ કરવાની શરત પણ સામેલ છે, જેનો ઈરાને હાલમાં અસ્વીકાર કર્યો છે.

આ પણ વાંચોઃ નેપાળઃ નવી સરકાર બનતાની સાથે જ રાજકીય ઉથલપાથલ, પૂર્વ પીએમ ઓલીની ધરપકડ

Exit mobile version