Site icon Revoi.in

દૂધને સમતોલ આહાર ગણાય છે,પણ ફાયદો ત્યારે જ થાય છે જ્યારે દૂધ સાચી રીતે અને યોગ્ય સમયે પીવામાં આવે

Social Share

આપણે સો કોઈ નાનપણથી જ ભણતા આવ્યા છે અને વડિલો પાસેથી સાંભળતા પણ આવ્યા છે કે દૂધ સમતોલ આહાર ગણાય છે. જો કે દૂઘને પીવા માટે યોગ્ય સમયની પસંદગી કરવી ખૂબ જ જરુરી છે,આ સાથે જ કેટલાક પ્રકારના ભઓજન સાથે દૂધ ન સેવું જોઈએ નહી તો પેટમા ગરબડ થવાની સભાવનાઓ રહે છે,મોટા ભાગે જે લોકો પોતાના ખોરાકમાં નોનવેજનો સમાવેશ કરે છે તેમણએ તેના સાથે દૂધ લેવું ટાળવું જોઈએ, આ સાથે જ દહીંની બનેલી વાનગીઓ અથવા તો ખાટ્ટા શાક સાથએ પણ દૂધ પીવાથી ઓડકાર આવવા ગેસ થવો જેવી સમસ્યાઓ થી શકે છે, તેથી એ જાણવું જરુરી છે કે દૂધ સમતોલ આહાર ત્યારે જ બની શકે છે જ્યારે તેને સાચી રીતે અને સાચા સમયે પીવામાં આવે.દૂધના તમામ પૌષ્ટિક ગુણ મેળવવા માટે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ  નહીં તો દૂધ ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે.

દૂધ ક્યારે પીવું જોઈએ

દરોરજ સવારે જો તમને નાસ્તો કરવાની ટેવ છે તો તમે ચા ની જગ્યા એ એક ગ્લાસ ગરમ દૂધનો ઉપયોગ કરી શકો છો, આ સાથે જ દૂધમાં તમે કાજૂ, બદામ પિસ્તા, અખરોટ ,ખારેક કે ખજૂર મિક્સ કરીને પણ પી શકો છો.સવારે પીવામાં આવતું દૂધ શરીરને ખૂબ જ ફાયદો કરે છે.

દૂધ જ્યારે પણ બહારથી લાવો છો ત્યારે તેને પહેલા ગરમ કરીલો, ત્યાર બાદ તની ફેટ મલાઈ ઉતારીલો અને પછી જ તેને પીવાનું રાખો,જેનાથી ફેટ વધવાની શક્યતાઓ ઘટી જશે.

ગરમ કર્યા વિનાનું કાચું દૂધ પેટને ગડબજ કરી શકે છે.કાચા દૂધથી ગેસ, અપચા કે ઘણા લોકોને વોમિટ જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે.

આ સાથે જ દૂધ પીધા બાદ ક્યારેય પાણી ન પીવું જોઈએ. કે પછી દૂધ પીધા બાદ ક્યારેય ખાટા ફળ ન ખાવા જોઈએ.

દૂધ પીધા બાદ ક્યારેય તરત પાણી ન પીવું જોઈએ. તેનાથી પેટ ખરાબ થાય છે. સાથે જ તો દૂધ પીધા બાદ તરત પાણી પીવામાં આવે તો દૂધના પૌષ્ટિક ગુણો શરીરને નથી મળી શકતા.જો તમે પાણી પી લેશો તો દૂધ તમને જલ્દી નહીં પચે. તમને એસિડિટી થવા લાગશે.

રાત્રે કે બપોરે ભોજન લીધા બાદ તરત જ દૂધ ન પીવું જોઈએ. જેનાથી ફૂડ પોઈઝનિંગ, ગેસ, અપચો, ઉલ્ટી થવી, પેટમાં દુઃખાવો થવો, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેલ. જે દૂધના વિરુદ્ધ આહાર છે.

બેસીને દૂધ પીવા કરતા  દૂધ ઉભા-ઉભા જ પીવું જોઈએ. જમીને દૂધની આદત હોય તો જમ્યાના ઓછામા ઓછી 30 મિનિટ બાદ દૂધ પીવું જોઈએ, અને હા જો તમે ખિચડી કે રોટલી રોટલા સાથે ખાલી દૂધ પીશો તો તે યોગ્ય છે, પરંતુ શાક કે વાનગીઓ સાથે દૂધ ન લેવું જોઈએ

દૂધ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. જેને પીવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ તે ભરપૂર એનર્જી પણ આપે છે. દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. જો કે દૂધ પીવાથી ગેસની સમસ્યા પણ રહે છે. પણ જો સાચી રીતે પરીવામાં આવે તો ગેસની સમસ્યા સર્જાશે નહી.

તળેલી કોઈ પણ વસ્તુ સાથે દૂધ પીવું નહી, તળેલો તીખો ખોરાક ખાધા બાદ દૂધ ઓછામાં ઓછા 2 કલાક બાદ પીવું જોઈએ.