Site icon Revoi.in

ઉત્તર ગુજરાતના ડીસા સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી બાજરીનો પાક ધોવાયો

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં સારોએવો વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થયાની ફરિયાદો ઊઠી છે. જેમાં ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હતુ. અંદાજિત 10થી વધુ ગામડામાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  આ ઉપરાંત ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં વરસાદ થવાથી ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. હાલમાં ચોમાસુ બાજરીની ખેડૂતોએ વાવણી કરી હતી. એમાં હાલ કાપણીના સમયમાં વધુ વરસાદ થવાથી પાકમાં નુકસાન થયું હોવાની ભીતિ સર્જાઈ છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી ખરીફપાકને નુકશાન થયાની ફરિયાદો ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાલકાંઠાના ડીસામાં ત્રણ દિવસથી અવિરત ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ખરીફ પાકને નુકસાન પણ થયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, જાવલ, તાલેપુરા, બુરાલ સહિત આજુબાજુના દસથી વધુ ગામડાઓમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા હોવાથી મોટાભાગે લોકો ચોમાસા આધારિત ખેતી કરે છે. આ વખતે આ વિસ્તારમાં બાજરીનું મોટાપાયે વાવેતર થયું હતું અને બાજરીનો પાક પણ સારો થયો હોવાથી ખેડૂતો તૈયાર થયેલી બાજરીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા. તો કેટલીક જગ્યાએ ખેડૂતોએ બાજરી લણીને ખેતરમાં રાખી હતી. તે દરમિયાન જ અચાનક વરસાદ શરૂ થઈ જતા બાજરીનો મોટાભાગનો પાક પલળી ગયો છે અને સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો બાજરીનો પાક ધોવાઈ જતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. આવી હાલત ઊંઝા તાલુકામાં થઈ છે. ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં વરસાદ થવાથી ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. હાલમાં ચોમાસુ બાજરીની ખેડૂતોએ વાવણી કરી હતી. એમાં હાલ કાપણીના સમયમાં વધુ વરસાદ થવાથી પાકમાં નુકસાન થયું હોવાની ભીતિ સર્જાઈ છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી ખરીફપાકને નુકશાન થયાની ફરિયાદો ઊઠી છે.

આ અંગે થેરવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂતોના કહેવા મુજબ  સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ચાલુ રહેતા બાજરીનો પાક ધોવાઈ ગયો છે અને તેમને મોટું નુકસાન થયું છે. સરકાર આ વિસ્તારમાં સર્વે કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી માગ છે.