Site icon Revoi.in

ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે 8 રાજ્યોને લખ્યો પત્રઃતાત્કાલિક નિયંત્રણનાપગલા ભરવા જણાવ્યું

Social Share

 

દિલ્હીઃ- કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના નવા કેસો દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે આ ગંભીર પ્રકારને લઈને કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 8 રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક નિયંત્રણના પગલાં  ભરવા જણાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમિળનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણાને કન્ટેન્ટ અને સંપર્ક ટ્રેસિંગ જેવા પગલાં અપનાવવા જણાવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવએ આ આઠ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ એક ચિંતાજનક પ્રકાર છે તેમ જણાવતા કહ્યુંકે, તે વધુ સંક્રમિત પણ છે અને ફેફસાના કોષોમાં રીસેપ્ટર્સને મજબૂત બંધન થાય છે તો તે પછી મોનોક્લોનલ એન્ટિબોડી રિસ્પોન્સને પણ સંભવત ઓછો કરી શકે છે

આ લખેલા પત્રમાં રાજ્યોને અપીલ કરવામાં આવી છે કે, જે જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ મળી આવ્યા છે જ્યા તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ, આ વિસ્તારોમાં ભીડને અટકાવવી જોઈએ, પરીક્ષણ વધારવું જોઈએ, ટ્રેસ્ટિંગને વધારવું  જોઈએ અને રસીકરણ વધુ તીવ્ર બનાવવું જોઈએ. સંક્રમણ લોકોના મહત્તમ નમૂનાઓનાનું જીનોમ સિક્વિન્સિંગ કરાવવા માટે પણ જણાવાયું છે