Site icon Revoi.in

ભારતમાં વર્ક ફોર્મ હોમને સર્વિસ સેક્ટરમાં સમાવવાનો કામદાર મંત્રાલયનો નિર્ણય

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીને પગલે વિવિધ કંપનીઓ દ્વારા વર્ક ફોર્મ હોમની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ કંપનીના કર્મચારીઓએ ઘરે બેસીને કામ કર્યું હતું. હવે વર્ક ફોર્મ હોમ કલ્ચર કાયમી બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. કામદાર મંત્રાલય દ્વારા અંગે ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેનાથી ઘરેથી કામકાજના કલાકો અને અન્ય શરતો પણ નક્કી કરવામાં આવશે.

દેશમાં કોરોનાકાળમાં વિવિધ કંપનીઓ દ્વારા તેના કર્મચારીઓ પાસેથી વર્ક ફોર્મ હોમમાં નિધારીત કરતા વધુ કલાકોનું કામ લેવાતું હોવાનું ફરિયાદો ઉઠી છે. તેમજ કર્મચારીઓને પોતાના ફરજ સ્થળે જે ચોક્કસ ભથ્થા અને સવલતો પણ બંધ કરવામાં આવી હતી. હવે સરકાર વર્ક ફોર્મ હોમને કાયમી કલ્ચર બનાવવા માંગે છે જેના કારણે મોટા શહેરોમાં જાહેર ટ્રાન્સપોર્ટમાં મોટી સરળતા રહેશે. વર્ક ફોર્મ હોમનું કલ્ચર મધ્યમ શહેર અને નાના ગામો સુધી રોજગારીને પણ તક છે અને તેથી સરકાર તેને હવે રેગ્યુલર કરવા માંગે છે. સરકાર દ્વારા હાલમાં જ જે કાનુની સુધારા કામદાર બાબતોમાં થઇ રહ્યા છે તેમાં હવે વર્ક ફોર્મ હોમને સમાવી લેવાશે.

શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર IT સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓની સુરક્ષા માટે પણ ડ્રાફ્ટમાં જોગવાઈ રાખવામાં આવી છે. શ્રમ મંત્રાલયના મત પ્રમાણે સર્વિસ સેક્ટરની જરૂરિયાતના હિસાબથી પ્રથમ વખત અલગ-અલગ મોડલ તૈયાર કરવામાં આવ્યુ છે.