Site icon Revoi.in

મિસાઈલ VL-SRSAMથી 15 કિમી દુર ઉભેલા દુશ્મન પણ થશે ઠાર, ડીઆરડીઓ દ્વારા શોર્ટ રેન્જ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું

Social Share

દિલ્લી: દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. ડીઆરડીઓ અને ઈસરો દ્વારા સતત દેશની સુરક્ષા માટે અનેક પ્રકારના સંશોધન પણ કરવામાં આવે છે. આવામાંડીઆરડીઓ દ્વારા દેશને વધુ એક ભેટ આપવામાં આવી છે તેવું કહી શકાય, કારણ કે ભારતે મંગળવારે ઓડિશાના કિનારા પર ચાંદીપુરમાં ‘વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટૂ એર મિસાઇલ’ (VL-SRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) અનુસાર આ મિસાઇલ લગભગ 15 કિમીના અંતર પર સ્થિત દુશ્મનના ટાર્ગેટને ખતમ કરી શકે છે.

જો કે આ બાબતે DRDO એ કહ્યું કે VL-SRSAM ને ભારતીય નૌસેના માટે સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, જેનો ઉદેશ્ય સમુદ્રી-સ્કિમિંગ ટાર્ગેટ સહિત સરહદ પર વિભિન્ન હવાઈ ખતરાને બેઅસર કરવાનો છે.

ITR, ચાંદીપુર દ્વારા તૈનાત ટ્રેકિંગ સાધનોનો ઉપયોગ કરીને આરોગ્ય પરિમાણો સાથે વાહનના ફ્લાઇટ પાથનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વર્ટિકલ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલના સફળ પરીક્ષણ પર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને નૌકાદળને અભિનંદન આપ્યા છે.