Site icon Revoi.in

કોવિડને લઈને મોકડ્રીલઃ દિલ્હીની હોસ્પિટલમાં મનસુખ માંડવિયાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારા વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે દેશની મોટાભાગની હોસ્પિટલોમાં કોવિડની તૈયારીઓને લઈને નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રામમનોહર લોહિયા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને કોવિડની તૈયારીઓને લઈને નિરીક્ષણ કર્યું હતું.

દેશમાં કોરોનાના વધતા કેસ સરકાર હરકતમાં આવી છે, દરમિયાન આજથી બે દિવસ માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રામમનોહર લોહિયા હોસ્પિટલ ગયા હતા. તેમણે મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હોસ્પિટલના તબીબો સહિતના સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.

મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું હતું કે, કોવિડ-19ના કેસમાં વધારા વચ્ચે રાજ્યની હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા છે. કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે રાષ્ટ્રવ્યાપી અભ્યાસના ભાગરૂપે રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી. દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 5880 કેસ નોંધાયાં હતા. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 35199 ઉપર પહોંતચી છે.

દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આજે અને આવતીકાલે મંગળવારે કોરોનાને લઈને મોકડ્રીલ યોજાશે. હોસ્પિટલમાં મોકડ્રીલ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ લોકોને સાવધાન રહેવા તાકીદ કરી હતી. આઈએમએએ જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલનું યોગ્ય ન થતું હોવાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

ફાંટાબાજ કુદરતની કરામતથી એપ્રિલ શરૂ થઈ ચૂક્યો હોવા છતાં ગુજરાતમાંથી માવઠાની આફત હજુ ટળી નથી. આવતીકાલથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.