Site icon Revoi.in

મહેસાણાનું મોઢેરા પણ હવે સોલાર વિલેજ બનશે, 1600 જેટલા ઘરોને મળશે વિજળી

Social Share

ગાંધીનગર :મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું સુર્યમંદિર દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની સુંદરતા જ કાંઈક એવી છે કે જે લોકોના મનને વધારે લોભાવે છે. હવે આ મોઢેરામાં વધારે ચારચાંદ લાગવા જઈ રહ્યા છે. વાત એવી છે કે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા તરફ જઇ રહ્યું છે રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ થકી મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે.

જાણકારી અનુસાર આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખુબ મહેનત કરવામાં આવી છે અને કેન્દ્રના સહયોગથી ચાલુ મહિનામાં પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મોઢેરા ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સુજાણપુરા ગામની બહાર રૂ. 69 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ માટે સરકારે 12 એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અન્વયે ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજી પણ સર્જાશે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે.

આ પ્રોજેક્ટની વિશેષતા વિશે જો વાત કરવામાં આવે તો એવી છે કે આ પ્રોજેક્ટથી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસેસ) ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.