Site icon Revoi.in

વિપક્ષે હાર ઉપર ગુસ્સો વ્યક્ત કરવાને બદલે સકારાત્મતા સાથે આગળ વધવું જોઈએઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષી દળોને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પર પોતાનો ગુસ્સો ન ઠાલવવા, પરંતુ તેમાંથી શીખવા, નકારાત્મકતાને પાછળ છોડીને સકારાત્મક વલણ સાથે આગળ વધવા વિનંતી કરી હતી. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે, જો વિરોધ પક્ષો વિરોધ ખાતર વિરોધકરવાની પદ્ધતિ છોડી દેશે અને દેશના હિતમાં સકારાત્મક બાબતોને સમર્થન આપે છે, તો નફરત પ્રેમમાં બદલાઈ શકે છે.

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોને “ખૂબ જ પ્રોત્સાહક” ગણાવતા તેમણે કહ્યું હતું કે, “દેશે નકારાત્મકતાને નકારી કાઢી છે. સત્રની શરૂઆતમાં અમે અમારા વિપક્ષી સાથીદારો સાથે ચર્ચા કરીએ છે. અમે હંમેશા દરેકના સહકાર માટે પ્રાર્થના કરીએ છીએ. આ વખતે પણ આવી તમામ કાર્યવાહી કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું હંમેશા અમારા તમામ સાંસદોને જાહેરમાં વિનંતી કરું છું કે લોકશાહીનું આ મંદિર લોકોની આકાંક્ષાઓ માટે અને વિકસિત ભારતના નવા માર્ગને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે તેઓ મહત્તમ તૈયારી સાથે આવે અને ગૃહમાં જે પણ બિલ મૂકવામાં આવે છે તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે.તેમણે કહ્યું કે જ્યારે કોઈ સાંસદ સૂચન આપે છે ત્યારે તેમાં ગ્રાઉન્ડ અનુભવનું ઉત્તમ તત્વ હોય છે. પરંતુ જો ચર્ચા ન થાય તો દેશને નુકસાન થાય છે.

વડા પ્રધાને કહ્યું હતું કે, “જો હું વર્તમાન ચૂંટણી પરિણામોના આધારે કહું તો વિપક્ષમાં બેઠેલા મિત્રો માટે આ એક સુવર્ણ તક છે. આ સત્રમાં હારનો ગુસ્સો બહાર કાઢવાનું આયોજન કરવાને બદલે જો આપણે આ હારમાંથી શીખીએ અને છેલ્લા 9 વર્ષથી ચાલતી નકારાત્મકતાના વલણને છોડીને આ સત્રમાં સકારાત્મકતા સાથે આગળ વધીએ તો જે રીતે દેશ તેમની તરફ જોવાનો દ્રષ્ટીકોણ બદલાશે. મોદીએ કહ્યું કે તેઓ વિપક્ષમાં હોવા છતાં તેમને સકારાત્મક સૂચનો આપી રહ્યા છે કે સકારાત્મકતા સાથે દરેકનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેમણે કહ્યું હતું કે, “નિરાશ થવાની જરૂર નથી. પરંતુ મહેરબાની કરીને ગૃહમાં બહારની હારનો ગુસ્સો ન કાઢો. હતાશા અને નિરાશા હશે… તમારા સાથીઓ તેમની તાકાત બતાવવા માટે કંઈક કરવું પડશે… પરંતુ ઓછામાં ઓછું આ લોકશાહીના મંદિરને પ્લેટફોર્મ ન બનાવો.