Site icon Revoi.in

ગુજરાત સહિત મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેવાની શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ચોમાસુ જામ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે. જો કે, ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેવાની શકયતા છે. જો કે, દેશમાં ખેતીલાયક વરસાદ પડશે. જેથી કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થશે.

ગુજરાતમાં હાલ આકાશ વાદળ છાયુ રહે છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં મેઘમહેર થઈ છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે અને છુટાછવાયો હળવો વરસાદ પડે છે.

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ – સપ્ટેમ્બરમાં ધારણા મુજબ  સામાન્ય ચોમાસુ રહેશે. લગભગ 96 થી 104 ટકા વરસાદ ચાલુ વર્ષે પડવાની શકયતા છે. જે 50 વર્ષની એવરેજ પર નિશ્ચીત થાય છે. ગુજરાત સહિતના મધ્ય ભારતમાં અને ઉતર ભારતમાં ચોમાસુ સામાન્યથી ઓછું રહી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં હતા. જો કે, હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હોવાથી ખેડૂતોને સારા વરસાદની આશા છે.