Site icon Revoi.in

મોરબી: મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ ખોલાયા

Social Share

રાજકોટ, 25 જુલાઈ 2026: સૌરાષ્ટ્ર-કચ્છના ‘મધર ડેમ’ તરીકે જાણીતો અને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે માત્ર એક જ દિવસમાં ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા તેના 4 દરવાજા 7 ફૂટ ખોલીને મચ્છુ નદીમાં 18,578 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકાના 20 ગામો મોરબી શહેર તેમજ જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર.માળિયા (મીં) તાલુકાના 9 ગામો વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા.નદી કાંઠે કે નીચાણવાળા તટીય વિસ્તારમાં ન જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને તાકીદ કરવામાં આવી છે. ડેમ ઓવરફ્લો થવાથી મોરબીવાસીઓની પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા દૂર થઈ છે, જેના કારણે સમગ્ર પંથકમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version