Site icon Revoi.in

મોરબી દૂર્ઘટનાઃ ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધના મોત

Social Share

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને હાલ સમગ્ર મોરબીમાં શોકનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પણ વેપાર-ધંધા બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન આ દૂર્ઘટનામાં ભાજપના સાંસદના 12 સંબંધીઓના પણ અવસાન થયાનું જાણવા મળે છે.

રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં જીજાજીના ભાઈની ચાર દીકરીઓ, 3 જમાઈ અને 5 વાળકોના મૃત્યુ થયાં છે. આ દુઃખદ ઘટના છે. આ દૂર્ઘટનામાં જેની પણ ભુલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સમગ્ર ઘટનાની સચ્ચાઈ સામે આવશે. પીએમ મોદી સતત આ કેસ ઉપર નજર રાખી રહ્યાં છે. તેમજ તેઓ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓના સતત સંપર્કમાં છે.

મોરબી દૂર્ઘટનામાં બચાવ કામગીરી મોડે સુધી ચાલી હતી. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર ઉપરાંત સેનાના અધિકારીઓ બચાવ કામગીરીમાં જોડાયાં હતા. સમગ્ર ઘટનાને લઈને સરકારે તપાસ ટીમની પણ રચના કરી છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધ્યા બાદ આઠ લોકોની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી.