Site icon Revoi.in

રાજ્યમાં ઉનાળું મગફળ, મગ, અડદ, તલ, ડાગરનું 100 ટકાથી વધુ વાવેતર

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ગત ચામાસામાં સારા વરસાદ અને સાનુકુળ હવામાનને લીધે ખરીફ અને રવિપાકનું સારૂએવું વાવેતર થયું હતું. હવે ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જેમાં ઉનાળુ મગફળી, મગ, અડદ,તલ અને ડાંગરનું પણ 100 ટકા વાવેતર થયુ હોવાનું રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ મેઘરાની મેહરબાનીથી  ખરીફ પાક અને રવિ પાક પુષ્કળ પ્રમાણમાં થયો હતો. ગત ચોમાસામાં સારો વરસાદ પડતા પાણીના તળ પણ ઉંચે આવ્યા હતા. ઉપરાંત કેનેલો દ્વારા પણ ખેડુતોને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવ્યું હતું. એટલે ખેડુતોએ ખરીફ પાક અને ત્યારબાદ રવિ પાકનું ધૂમ વાવેતર કર્યું હતું. અને હવામાન પણ સાનુકૂળ રહેતા ખરીફ અને રવિ પાકનું મબલખ ઉત્પાદન થયુ હતુ ખરીફ અને રવિ સીઝનની સરખામણીએ ઉનાળુ વાવેતર ઓછું પણ અન્ય વર્ષોના સરખામણીએ સારા પ્રમાણમાં થયુ છે. મગફળ, મગ, અડદ, તલ, ડાગર વગેર પાકોમાં 100 ટકાથી વાવેતર થયુ છે.. અપ્રિલ મહિનાની બીજી સપ્તાહની સ્થતિએ ઉનાળું પાકનું વાવેતર 117 ટકા થયુ છે. નોર્મલ વાવેતર વિસ્તારના આધારે વાવતેરની ટકાવાર નક્કી કરવામાં આવે છે. ઉનાળુ પાક એકાદ મહિના બાદ બજારમાં આવશે.

રાજ્યમાં ચાલુ વર્ષ 71529 હેકટરમાં   ડાગરનું વાવેતર ( 153.34 ટકા) થયુ છે. બાજરી 97.77 ટકા અને મકાઇનું  74.09 ટકામાં વાવેતર થયુ છે. મગનું વાવેતર 168 ટકા અને અડદનું વાવેતર 184 ટકા થયુ હતુ. કુલ કઠોળની વાવણી 171.53 ટકામાં થઇ છે. ઉનાળુ મગફળ 56676 હકટરમાં વાવેતર થયુ હતું.  તે 121 ટકા જેટલી થાય છે. તલ 293.75 ટકામાં વાવેતર થયુ હતુ..ડુંગળીનું 112.46 ટકા વાવેતર થયુ હતુ જ્યારે 105.29 ટકા વાવેતર ઘાસચારાનું  થયુ હતું. 85114 હેકટરમાં શાકભાજીનું  વાવેતર થયુ  છે. તમામ વાવેતરનો વિસ્તાર 9.38 લાખ હેકટર થાય છે.