1. Home
  2. Tag "groundnut"

સૌરાષ્ટ્ર: સિંગતેલના ભાવમાં વધારો થયો,સામાન્ય લોકોને તકલીફ

રાજકોટ: જ્યારે જ્યારે પણ કમોસમી વરસાદ આવે છે ત્યારે રાજ્યમાં જે તે વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. હાલમાં હવે વારો આવ્યો છે સિંગતેલનો કે જેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વાત એવી છે કે હમણા જ થોડા સમય પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે હવે […]

માવઠાની આગાહીને લીધે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, મરચાની આવક 3 દિવસ બંધ રહેશે

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે શનિવારથી સોમવાર સુધી એટલે કે તા. 25મીથી 27મી નવેમ્બર દરમિયાન માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચા, મગફળીની આવક શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીને લીધે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક પાકની આવક ચાલુ રહેશે પણ […]

હાપા યાર્ડમાં મગફળીની 21000 ગુણીની આવક, જગ્યા અભાવે નવી આવક પર રોક લગાવાઈ

જામનગરઃ જિલ્લાના મોટા ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં છેલ્લા ચાર દિવસથી મગફળીની સતત આવકથી યાર્ડ ઊભરાઈ ગયું છે. ગુરૂવારે સવારના સાત વાગ્યા સુધીમાં 280 વાહનો સાથે 21000 ગુણી આવક થઈ હતી. યાર્ડમાં મગફળી વધી જતા હવે નવી આવક પર આગામી જાહેરાત સુધી રોક લગાવી દેવામાં આવી છે. જગ્યાના […]

બનાસકાંઠામાં મગફળીના પાકનું બમ્પર ઉત્પાદન, ડીસા યાર્ડમાં સવા લાખ બોરીની આવક

પાલનપુરઃ ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે. જેમાં રાજકોટ, દ્વારકા અને સોરઠ પંથકમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર ગુજરાતમાં પણ મગફળીનું વાવેતર ખેડુતો કરવા લાગ્યા છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને હવે તો બનાસકાંઠા પણ ખેડુતો મગફળીનું વાવેતર કરીને સારૂએવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વર્ષે બનાસકાંઠામાં […]

સૌરાષ્ટ્રમાં કપાસના પાકમાં સુકારાનો અને મગફળીના પાકમાં સફેદફૂગના રોગચાળાથી ખેડૂતો ચિંતિત

રાજકોટઃ ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો હતો. અને ખેડુતો પણ સોળઆની પાકનો ઉતારો લઈ શકાશે તેની આશાએ ખૂશ હતા. ત્યાં જ કપાસ અને મગફળીના પાકમાં રોગચાળાએ ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાકમાં કપાસનું 1914300 હેકટરમાં અને મગફળીનું 1258800 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલ ભાદરવા માસના તડકાના […]

ભાવનગર જિલ્લામાં મગફળી, બાજરી અને તલના ઉનાળું વાવેતરમાં થયો વધારો

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં ભર ઉનાળે માવઠાનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા. દરમિયાન ખેડુતોએ તે રવિ સીઝન પૂર્ણ થતાં જ ઉનાળું વાવણી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકના વાવેતરમાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.  ભાવનગર જિલ્લામાં 51,700 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. માર્ચ માસમાં ભાવનગર જિલ્લામાં […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂ અને મરચા બાદ મગફળીના ભાવ રૂપિયા1450 ઉપજતા ખેડુતો ખૂશ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું અને ત્યારબાદ રવિપાકનું પણ સારૂએવું વાવેતર થયું છે. માર્કેટ યાર્ડ જણસોથી ઊભરાઈ રહ્યું છે. અને ખેડુતોને પણ એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા […]

કાલાવડના માર્કેટ યાર્ડમાં મગફળી,કપાસની ધુમ આવક, યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી

જામનગરઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂ ઉત્પાદન થયું હતું. અને રવિપાકનું વાવેતરમાં વધારો થયો છે. જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળી વેચવા માટે ખેડૂતો રીતસરની પડાપડી કરી રહ્યા છે. જેમાં કાલાવડ APMCમાં પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ જણસી વેચવા વાહનોની લાંબી કતારો લગાવી છે. મોટી સંખ્યામાં […]

તળાજા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, માલનો ભરાવો થતા આવક બંધ કરવી પડી

ભાવનગરઃ  જિલ્લાના તળાજા પંથકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થયું છે. તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા પખવાડિયાથી મગફળીની સતત આવક શરૂ રહેતા યાર્ડના મેદાનમાં મગફળીના ઢગલા થઇ ગયા છે,  મગફળીની ધૂમ આવકથી  માર્કેટયાર્ડ ઊભરાઈ જતાં  વ્યવસ્થાના ભાગરૂપે ખેડૂતોને હાલ મગફળી ન લાવવા માટે વારંવાર સૂચના આપવી પડે છે. યાર્ડના […]

પાલનપુર માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઊભરાયું, પ્રતિદિન 40 હજારથી વધુ બોરીની આવક

પાલનપુરઃ જિલ્લામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઇ પાલનપુરનું માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાવા લાગ્યું છે.  સિઝનમાં અત્યારસુધીમા 5.60 લાખ ઉપરાંતની બોરીની આવક થઈ છે. અને હાલમાં પણ રોજની 40થી 50 હજાર બોરીની આવક ચાલુ છે. સરકાર દ્રારા મગફળીના ટેકાનો ભાવ 1170 નક્કી કરાયો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code