Site icon Revoi.in

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા  

Social Share

દિલ્હી : ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ વેક્સીનના લગભગ 11.5 લાખ ડોઝ મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે મંગળવારે વેક્સીનનો પહેલો ડોઝ 18-24 વર્ષની વય જૂથના 2,29,999 લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 18-44 વર્ષની વય જૂથના 6,62,619 લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.

મંત્રાલયની મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીની અંતિમ રિપોર્ટ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ- 19 વેક્સીનના કુલ 16,04,18,105 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલય મુજબ, 94,61,633 સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 63,20,945 સ્વાસ્થ્ય કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ જ રીતે 1,35,59,294 ફ્રન્ટલાઈન કર્મચારીઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 73,21,052 એ બીજો ડોઝ લીધો છે.

આંકડાઓ મુજબ,45-60 વર્ષની વય જૂથના 5,33,76,589 અને 43,99,995 લોકોએ અનુક્રમે વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. તો 60 થી વધારે ઉમરના 5,29,43,090 અને 1,23,72,888 લાભાર્થીઓએ અનુક્રમે વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો.