Site icon Revoi.in

પાકિસ્તાનમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 20થી વધારે લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાંથી ઉતરીને ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 20થી વધારે પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે 15થી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા જોરશોરથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક પેસેન્જર બસ રોડ પરથી ઉતરીને સાઈડની ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયાં હતાં. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બની હતી. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી.

તેમણે કહ્યું કે, ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અધિકારીએ જણાવ્યું કે, બસમાં કેટલા મુસાફરો હતા તે સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, બચાવ પ્રયાસો ચાલુ છે અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી હાજી ગુલબર ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

Exit mobile version