Site icon Revoi.in

ગુજરાતમાં 18+ વયજૂથના 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી

Social Share

અમદાવાદ: દેશભરમાં 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશનને લઈને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે શનિવારે કહ્યું હતું કે, પહેલી મેથી 18 થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ થયું છે.જેમાં પહેલી મેં થી લઇ અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અત્યાર સુધી 23,63,254 યુવાનો (18-44 વર્ષની વય જૂથમાં) કોરોના સામે રસી આપવામાં આવી છે. શનિવારે એક જ દિવસમાં આ વર્ગના 2,63,507 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અગાઉ 18-44 કેટેગરીમાં 2.25 લાખ સહિત દૈનિક ત્રણ લાખ લોકોને રસી આપવાની જાહેરાત કરી હતી.

4 જૂનથી, સરકારે આ વય જૂથ માટેની ઝુંબેશને ફક્ત 10 જિલ્લાઓ માંથી બધા 33 જિલ્લાઓમાં વિસ્તૃત કરી. એવું કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વય જૂથ માટે મફત રસી ડોઝ ખરીદવા માટે 93.15 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. સરકારની રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, રૂપાણી સરકારે ત્રણ કરોડ ડોઝ માટે ઓર્ડર આપી દીધા છે