Site icon Revoi.in

સુરેન્દ્રનગર નગરપાલિકાએ ટીબી હોસ્પિટલ રોડ પરના કાચા-પાકા 25થી વધુ દબાણો દુર કર્યા

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં તો વર્ષોથી દબાણો કરાયેલા છે. નગરપાલિકાના સત્તાધિસોએ દબાણો હટાવવા માટે કોઈ ધ્યાન આપ્યું નથી. હવે શહેરના ટીબી હોસ્પિટલ રોડ પર નગરપાલિકા દ્વારા દબાણ હટાવની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 25થી વધુ કાચા અને પાકા દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નગરપાલિકા દ્વારા સતત એક સપ્તાહ સુધી આ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે.

સુરેન્દ્રનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પરના દબાણોને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકાના સત્તાધિશોએ હવે પોલીસની મદદ લઈને દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં પ્રથમ  ટી.બી. હોસ્પિટલ રોડ ઉપરથી 25 જેટલા કાચા-પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.લોકોએ નગરપાલિકાની આ ઝૂંબેશને આવકારી છે. દરમિયાન નગરપાલિકા દ્વારા હજુ એક સપ્તાહ સુધી દબાણ હટાવ ઝૂંબેશ યથાવત રખાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરનાં ટી.બી. હોસ્પિટલ રોડ ઉપરથી નગરપાલિકા તંત્ર દ્વારા 25 જેટલા કાચા-પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાની સુચનાથી પ.વ.ડી. વિભાગ સહિત નગરપાલિકાની ટીમોએ પોલીસને સાથે રાખી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. નગરપાલિકા દ્વારા આગામી એક સપ્તાહ સુધી દબાણ હટાવ ઝુબેશ ચલાવવામાં આવશે. શહેરનાં મેઈનરોડ ઉપરથી પણ દબાણો હટાવામાં આવશે, નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાતા ગેરકાયદેસરનાં દબાણો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરના મેઈનરોડ પર કેટલાક વેપારીઓ દ્વારા પણ દબાણો કરાયેલા છે. નગરપાલિકાના સત્તાધિશોએ વેપારીઓને દબાણો હટાવી લેવાની સુચના આપી છે.