1. Home
  2. Tag "pressure removed"

ભાવનગરના પીંજારાવાડમાં બે ધાર્મિક સહિત દબાણો હટાવાયા

કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા લોકોના ટોળાં ઉમટ્યાં દબાણ હટાવવાની કામગીરીનું વિડિયો રેકોર્ડિંગ કરાયું ભાવનગરઃ શહેરના બાર્ટન લાયબ્રેરી વિસ્તારમાં આવેલા પીંજારાવાડમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસના બંદોબસ્ત સાથે પિંજરાવાડ સ્થિત બે ધાર્મિક દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો અને જમીન […]

રાજકોટમાં વોર્ડ-4માં મ્યુનિના પ્લોટ્સ પર ખડકાયેલા દબાણો હટાવાયા

60થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયુ, કરોડોની કિંમતની 10,166 ચો.મી. જગ્યા ખાલી કરાવી વોર્ડ નંબર -6 માં એન્ગલ નાખી બંધ કરાયેલો રસ્તો ખૂલ્લો કરાયો રાજકોટઃ શહેરના ઘણાબધા વિસ્તારોમાં  સરકારી અને મ્યુનિની જમીન પર દબાણો ખડકાયેલા છે. કેટલાક દબાણો તો વર્ષોથી થયેલા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જિલ્લા […]

અડાજલ નજીક મહેસાણા હાઈવે પરના દબાણો દૂર કરાયા

હાઈવેની બન્ને બાજુએ દબાણો હટાવીને 14000 ચો. મીટર જમીન ખૂલ્લી કરાઈ, કલેકટરના આદેશ બાદ દબાણ હટાવની કામગીરી કરાઈ, હાઈવે નજીક સરકારી જમીનો પર પાકા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા ગાંધીનગરઃ અડાલજમાં મહેસાણા હાઈવે પર બન્ને સાઈડ પર ગેરકાયદે દબાણો ખડકાયેલા હતા. તેના કારણે હાઈવે પર અકસ્માતોનો ભય રહેતો હતો. દબાણો હટાવવા માટે ઘણા સમયથી […]

વડોદરાના નાગરવાડામાં યુવાનની હત્યા બાદ ગેરકાયદે દબાણો દુર કરાયા

નાગરવાડાના મચ્છીપીઠ અને તાંદલજામાં દબાણો દુર કરાયા, પોલીસનો સઘન બંદોબસ્ત, લોકોના ટોળાં ઉમટી પડ્યાં, દબાણો હટાવવાની એકાએક કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોષ વડોદરાઃ શહેરમાં ભાજપના કોર્પોરેટરના પૂત્રની માથાભારે શખસએ હત્યા કર્યા બાદ પોલીસ અને મ્યુનિનું તંત્ર એક્શનમાં આવ્યુ છે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આરોપીના વિસ્તાર એવા નાગરવાડાના મચ્છીપીઠ અને તાંદલજા વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ […]

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો આસપાસના દબાણો દુર કરાયાં

અમદાવાદઃ  શહેરના માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો આસપાસ લારીઓ અને પાથરણાવાળાએ દબાણો કરેલા હતા. તેથી હેરિટેજ સ્થળોની મુલાકાતે આવતા લોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હેરિટેજ સ્થળોની આસપાસથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા અને બાદશાહના હજીરા પાસેના લારી-ગલ્લાના દબાણોને દૂર […]

ચોટિલામાં હાઈવે પર હોટલો અને દુકાનદારો દ્વારા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે. હાઈવેને સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. હાઈવેની બન્ને સાઈડ પર હોટલો અને દુકાનદારોએ દબાણો કરેલા હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ચોટિલામાં આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફીસ સુધી હાઇવે ઉપર દુકાનો તેમજ હોટલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત […]

અમદાવાદમાં માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા નજીકના દબાણો દુર કરાયાં

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો થયેલા છે. જેમાં માણેકચોક વિસ્તારમાં તો દુકાનદારોએ દબાણો કરતા રસ્તાઓ સાંકડા બની ગયા છે તેના લીધે ટ્રાફિકના પ્રશ્નો પણ વિકટ બન્યા છે. દરમિયાન શહેરના મ્યુનિ.કમિશનરે ગેરકાયદે દબાણો દુર કરવા માટે એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાયા બાદ શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક પાસે આવેલા હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરા […]

માંડવી બીચ પરના દબાણો હટાવાયા, 12 કન્ટેનર અને 137 દુકાનો અને લારી ગલ્લા દૂર કરાયા

ભુજઃ કચ્છના માંડવી બીચનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. અને રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીચ પર કેટલાક ધંધાગારીઓ દ્વારા દબાણો વધી ગયા હતા, જેના લીધે પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી જેના લીધે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 કન્ટેનર તથા 137 જેટલા નાની-મોટી દુકાનો, લારી-ગલ્લા, વોટર […]

રાજકોટમાં કરોડોની કિંમતી સરકારી જમીનો પર બંધાયેલા 40 કાચા-પાકા મકાનો ઉપર ફર્યું બુલડોઝર

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવા માટે કલેકટર દ્વારા મામલતદારોને સુચના આપ્યા બાદ શહેરના મવડી અને વાવડી વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે બંધાયેલા કાચા-પાકા 40 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો સધન બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા મામલતદાર અને દક્ષિણ મામલતદારે કરોડો રુપિયાની કિંમતની […]

ગાંધીનગરમાં ઘ-0 સર્કલથી રિલાયન્સ ચોકડી સુધી દબાણો હટાવાયાં, અન્ય વિસ્તારોમાં કાર્યવાહી નહીં

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ રોડ પરના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં શહેરના ઘ-0થી રિલાયન્સ ચોકડી સુધીના રોડ પરના લારી-ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં લારી-ગલ્લા હટાવવાની કોઈ કાર્યવાહી ન કરાતા મ્યુનિની વહાલાં-દવલાંની નીતિને કારણે વિરોધ ઊભો થયો છે. ગાંધીનગરમાં ઘ-0 થી રિલાયન્સ સર્કલ તરફનાં રોડ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code