Site icon Revoi.in

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

Social Share

અમદાવાદ: કોરોના બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  છેલ્લા એક મહિનામાં ઓપીડીની સંખ્યા વધી છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં જૂન મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસનો આંકડો 147 હતો . જે વધીને જુલાઈ મહિનામાં આ આંકડો 231એ પહોંચ્યો હતો. અને ઓગસ્ટમાં પણ  સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  અમદાવાદ શહેરમાં  જૂન મહિના કરતા જુલાઈ મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો હતો. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોથી બચવા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ.બહારનું ખાવાનું ટાળવું જોઈએ.ઉકાળેલું પાણી પીવું જોઈએ.ઘરની આજુબાજુમાં ગંદકી થાય નહિ તેમજ અને વરસાદી પાણી ભરાય નહિ તેની પણ તકેદારી રાખવી જોઈએ.

અમદાવાદ શહેરમાં ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે. કોરોના કેસ ઘટ્યા છે પરંતુ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે જુલાઈ મહિનામાં ઝાડા ઊલટીના- 659  કેસ, કમળાના -177 કેસ, ટાઇફોડના – 165 કેસ, સાદા મેલેરિયાના – 120  કેસ, ઝેરી મેલેરિયાના – 10 કેસ, ડેન્ગ્યુ -72 કેસ , ચિકનગુનિયા – 34 કેસ નોંધાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગે છેલ્લા એક સપ્તાહમાં શહેરની જૂદી જૂદી કન્ટ્રક્શન 626 સાઇટ,  386  કોમર્શિય એકમો,  560  હોટલ , અને હોસ્પિટલ તેમજ રહેણાક મકાન તપાસ કર્યા હતા. ચેકીંગ દરમિયાન બેદરકારી જોવા મળી તેને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તંત્રના કારણે લોકો હેરાન થાય તો કોઈ કાર્યવાહી થતી નથી. અમદાવાદ શહેરમાં ચોમાસાના વરસાદ બાદ ગંદકી વધી રહી છે. રોડ પર ખાડાને બાજુમાં વરસાદી પાણી ભરાયેલ રહે છે સાથે જ કચરાની ગંદકી જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. તંત્રની નિષ્ફળતાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.