Site icon Revoi.in

હરણી તળાવ દુર્ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા હાઈકોર્ટમાં રજુઆત

Social Share

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી દૂર્ઘટના અંગે રાજ્યની વડી અદાલતને ગુજરાત હાઈકોર્ટ એસોશિએશન  દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા રજુઆત કરી હતી. હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે હાઈકોર્ટ  એડવોકેટ એસોશિએશન પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરાની જાણતી સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકોને સ્કૂલ સંચાલકો પ્રવાસે હરણી તળાવ ફરવા ગઈ ગયા હતા. દરમિયાન બાળકોને બોટીંગ કરાવવામાં આવી હતી. એક બોટ પલ્ટી ખાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 13 વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોત થયાં હતા. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મૃતકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે આકરી કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે.

રાજ્યની વડી અદાલતમાં ચીફ જસ્ટીસ અને ડિવેઝનલ બેંચ કાર્યવાહી શરુ કરી રહ્યાં હતા ત્યારે હાઈકોર્ટ એડવોકેટ એસોશિએશનના પ્રમુખ અને સેક્રેટરીએ વડોદરાની દુર્ઘટના અંગે તેમને માહિતગાર કર્યાં હતા. એસોશિએશને જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં અનેક બાળકોના મોત થયાં છે. પ્રાથમિક તપાસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું ખુલ્યું છે. આમ બેદરકારીને કારણે આટલી મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ગુજરાત હાઈકોર્ટ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સુઓમોટો દાખલ કરવાની રજુઆત કરવામાં આવતા હાઈકોર્ટે અહેવાલ મંગાવ્યો છે, તેમજ અહેવાલના આધારે સુઓમોટો દાખલ કરવાનો નિર્દેશ પણ કર્યો હતો.