Site icon Revoi.in

ત્વચા અને વાળ માટે વરદાનદાયક છે મુલતાની માટી, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત

Social Share

સોંદર્ય પ્રસાધન તરીકે મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટીમાં મેગ્નેશિયમ, ક્વાર્ટઝ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલસાઇટ જેવા મિનરલ્સ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં જ્યારે રાજા યુદ્ધમાં જતા હતા, ત્યારે તે આ માટીને પોતાની સાથે લઇ જતા હતા. ઘાયલ થયા પર ઘણી વાર તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેના ઘા ભરાયા જતા હતા. તો, થોડા સમય પહેલા સુધી લોકો શેમ્પૂને બદલે મુલતાની માટીથી માથુ ધોતા હતા અને શરીર પર સાબુ તરીકે ઉપયોગ કરતા હતા.આજે પણ તેનો ઉપયોગ સોંદર્ય પ્રસાધન તરીકે કરવામાં આવે છે.જાણો સ્કિન થી લઇ વાળ સુધી મુલતાની માટી કંઇ રીતે ફાયદેમંદ છે.

મુલતાની માટી વાળ માટે ફાયદાકારક

જો તમારા માથામાં ડેન્ડ્રફની સમસ્યા છે, તો પછી અઠવાડિયામાં એકવાર મુલતાની માટીમાં મેથીદાણાની પેસ્ટ અને લીંબુને મિલાવી માથામાં લગાવો. અડધા કલાક પછી તમારું માથું ધોઈને માઈલડ શેમ્પૂ લગાવો અને કન્ડીશનરનો ઉપયોગ કરો. ટૂંક સમયમાં તમને તેની અસર જોવા મળશે.

જો તમારા વાળમાં ખુબ જ સુંકુ પણું હોય છે અને તે બેજાન નજરે પડે છે, તો પછી મુલતાની માટીમાં મધ અને મેથી દાણાની પેસ્ટ મિલાવીને માથામાં લગાવો. થોડા દિવસોમાં ફરક દેખાશે.

જો તમારા વાળ નીચેથી વિભાજીત થઈ ગયા છે, તો પછી મુલતાની માટીનો પેક લગાવવાથી વાળ મટે છે. તમે દહીં અને મધ નાખીને મુલતાની માટી પણ લગાવી શકો છો.

મુલતાની માટી ત્વચા માટે ફાયદાકારક

ઑયલી સ્કિન માટે મુલતાની માટી ખૂબ સારી માનવામાં આવે છે. તેમાં ગુલાબજળ અને ચંદન પાવડરને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ પછી ચહેરો નવશેકા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ કરો.

જે લોકોના ચહેરા પર ખીલ હોય છે, તેઓએ લીમડાના પાનને મુલતાની માટી સાથે મિક્ષ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. તેનાથી ખીલની સમસ્યા દૂર થશે અને ડેડ સ્કિન પણ દૂર થશે.

ચંદન પાવડર, હળદર પાવડર અને ટામેટાંનો રસ મુલતાની માટી સાથે મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો. ત્વચા ચમકતી દેખાશે.

જો તમે ચહેરા પરની ડ્રાયનેસ દૂર કરવા માંગો છો, તો મુલતાની માટીમાં મધ અને દ્રાક્ષનો રસ મિક્સ કરીને લગાવો.જેથી ડ્રાયનેસની સમસ્યા દૂર થશે.